વાડવા ગામે જમીનમાં ભાગ બાબતે ઝગડો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના વાડવા ગામે નદી ફળિયામાં રહેતા આ કામના ફરિયાદી સામસિંગભાઈ નગરિયાભાઈ વસાવા તથા વીરસીંગભાઇ નગરીયા ભાઈ વસાવા પોતાના ઘરના આંગણામાં ઊભા હતા તે દરમિયાન આ કામના આરોપી રવિદાસભાઈ અર્જુનભાઈ વસાવા આવીને ફરિયાદીને માં બહેન સમાન ગાળો બોલી જણાવેલ કે તમને અમે લોકો જમીનમાં ભાગ આપવાના નથી અને જમીન તો અમારા પિતા અર્જુનભાઈ ના નામની છે અને હવે પછી અમારા પાસે જમીનમાં ભાગ માંગશો તો જાનથી માએ નાખીશું તેવી ધમકી આપી હોવાની ઘટના બનતા આ કામના ફરિયાદી સામસિંગભાઈ નગરીયાભાઈ વસાવા એ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સદર ઘટનાની જાણ ડેડીયાપાડા પોલીસને થતા ડેડીયાપાડા પોલીસે આરોપી રવિદાસભાઈ અર્જુનભાઈ વસાવા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.....