બનાસકાંઠા જિલ્લા ના દિયોદરની ધનકવાડા ગ્રામપંચાયત ને ગામલોકોએ તાળાબંધી કરી હોવાની ઘટના સામે આવી છે. તલાટી ગામના અરજદારોના કામ ન કરતા હોવાના આક્ષેપો કરી તલાટી ને અધવચ્ચે રોકી હોબાળો મચાવી ગ્રામપંચાયત ને તાળાબંધી કરી હતી..

ગ્રામજનોનો આક્ષેપ છે કે તલાટી અરજદારો ને ધક્કા ખવડાવી કોઈ કામ કરતા નથી..

દીયોદર તાલુકાના ધનકવાડા ગ્રામ પંચાયત કચેરીમાં એ બી ગુર્જર તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. જેમાં છેલ્લા ઘણા સમય થી ગ્રામ પંચાયત કચેરીમાં સમય સર હાજર ના રહી ગામના અરજદાર ની રજૂઆત સાંભળતા ના હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, અને પોતાની મનમાની ચલાવતા હોવાથી ગ્રામજનો એ હોબાળો મચાવી હરીપુરા પાસે તલાટી ક્રમ મંત્રી ને રોકી કેમ અમારા ગામ ના અરજદાર નું કામ કરતા નથી તેમ કહી ગ્રામ પંચાયત ને ગ્રામજનો એ તાળા મારી દીધા હતા..

ગામના આગેવાન એ જણાવેલ કે અમોએ પંડિત દિન દયાલ મકાન સહાય માટે અમે ફોર્મ ભર્યું હતું જેમાં તલાટી ક્રમ મંત્રીના સહી સિક્કાની જરૂર હોવાથી અમે સહી માટે ગયા હતા અમને સિક્કો મારી આપેલ નહિ અને તું તારી કરી અમને મારવા સુધી ધમકી આપી હતી અને ફરિયાદ કરવા ની પણ ધમકી આપી હતી..

તો તલાટી મંત્રીએ કહ્યું હતું કે, હરીપુરા પંચાયત નું આવતીકાલે ઓપનીંગ હોય હું તેના કામ માટે આજે ત્યાં હાજર હતો, અરજદારે ત્યાં આવીને કામ કરી આપવા પ્રેશર કર્યું હતું. મેં કહ્યું હતું કે, હું ત્યાં આવીને કામ કરી આપીશ પણ ગામલોકો ત્યાં જ કામ કરવા માટે પ્રેશર કરતા હતા..