ડીસામાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી જતા જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર ડીસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે, તેમ છતાં બે મહિલાઓ જાહેરમાં ઘાસ વેચતા શહેર ઉત્તર પોલીસે મહિલાઓ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે..

ડીસા માં છેલ્લા ઘણા સમય થી રખડતા ઢોરોનો ત્રાસ એના કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવા નો વારો વારો આવ્યો છે, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, ખાસ કરીને શહેરમાં અનેક જગ્યા પર ઘાસ વેચનારાઓ જાહેર રસ્તા પર જ ઘાસ નાખતા હોય છે..

 રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી જવા પામ્યો હતો, જેથી ડીસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર માં ઘાસ વેચવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું હતું..

ડીસા ઉત્તર પોલીસ મથકના પીએસઆઇ ડી.બી.ચૌધરી સહિત સ્ટાફના માણસો સાથે પીસીઆર વાહન પેટ્રોલિંગમાં હતા, ત્યારે ડીસા ની ડાયમંડ સોસાયટી પાસે નીતાબેન દશરથગીરી ગોસ્વામી (રહે,સાર સોસાયટી ડીસા) તેમજ બદામીબેન સુરેશભાઈ માજીરાણા ( રહે,ડો. હેમીન શ્રોફના દવાખાના પાસે ડીસા) નામની મહિલાઓ જાહેરમાં ઘાસ વેચતી હતી, તેમજ તેની પાસે ઘાસ વેચવા અંગેની કોઈ પરમિશન ન હતી. પોલીસ દ્વારા મહિલા સામે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ના જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે..

ડીસામાં અત્યાર સુધી જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ હોવા છતાં પણ ઘાસ વેચતા લોકો સામે કુલ 10 જેટલી ફરિયાદો નોંધાઇ છે, અને લોકો પ્રતિબંધ હોવા છતાં જાહેરમાં ઘાસચારો વેચવાનું કે ગાયોને ઘાસ ખવડાવવાનું બંધ કરતા નથી, ત્યારે તંત્ર આવા લોકો સામે હજુ પણ વધુ કડક કાર્યવાહી કરે તેવી લોકોની માગ છે..