સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ચેઇન સ્નેચીંગના બે આરોપીઓ રૂ. 25,000ની સોનાની ચેન સાથે ઝડપાઇ ગયા છે. જેમાં જોરાવરનગર પોલીસે નૈત્રમ સુરેન્દ્રનગરની મદદથી ગણતરીના દિવસોમાં જ બંને આરોપીઓને દબોચી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ગત તા. 27/5/2023ના રોજ બે શખ્સ ચેઇન સ્નેચીંગ કરી એક મહિલાના ગળામાંથી રૂ. 25,000ની કિંમતનો આશરે સવા તોલા સોનાનો ચેઇન તફડાવીને ફરાર થઇ ગયા હતા. ત્યારે જોરાવરનગર પોલીસે ફરીયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી નૈત્રમ સુરેન્દ્રનગરની મદદથી વિવિધ સીસીટીવી ફુટેજ અને બનાવની જગ્યાના આજુબાજુના સીસીટીવી ફુટેજની મદદથી અને હ્યુમન ફોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.અને આ ચેઇન સ્નેચીંગ કેસમાં આ ગુન્હાને અંજામ આપનારા સુરેન્દ્રનગરના વિજય પ્રભુદાસ દેસાણી જાતે-બાવાજી અને સુરેન્દ્રનગરના જ સચીનભાઇ જીતેન્દ્રભાઇ વાઘેલા જાતે-અનુસુચિત જાતિને રૂ. 25,000ની કિંમતના સવા તોલા સોનાની ચેન સાથે ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આરોપી વિજય પ્રભુદાસ દેસાણી વિરુદ્ધ સુરેન્દ્રનગર એ અને બી ડીવીઝનના મળીને બે ગુન્હા નોંધાયેલા છે. સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસના આ દરોડામાં પીએસઆઇ આર.જે.જાડેજા, ઘનશ્યામભાઇ ગોવિંદભાઇ, સરદારસિંહ ઘનશ્યામસિંહ, મુળજીભાઇ બીજલભાઇ, પ્રવિણભાઇ કલ્યાણભાઇ, રોહિતભાઇ પરષોત્તમભાઇ, અનિલસિંહ નારસંગભાઇ, વિજયસિંહ માલાભાઇ અને સાહીલભાઇ મહંમદભાઇ સહિત જોરાવરનગર પોલીસના સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ જોરાવરનગર પોલીસ મથકના પીએસઆઇ આર.જે.જાડેજા ચલાવી રહ્યાં છે.