વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત

વડાપ્રધાનએ કંડારેલા વિકાસ માર્ગનું અનુસરણ કરીને ગુજરાત વિકાસ અને સુશાસનના રોલ મોડલનું સ્થાન જાળવી રાખવા સંકલ્પબદ્ધ છેઃ– મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

…… …… …… …… ……

ગુડ ગર્વનન્સશહેરી વિકાસ-કૃષિ વિકાસ અને શિક્ષણના ક્ષેત્રોમાં ગુજરાતની  સિદ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ કરતા ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં વિકાસ અને સુશાસનના રોલ મોડેલ તરીકેનું ગુજરાતનું સ્થાન યથાવત જાળવી રાખવાના સંકલ્પ સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસ માર્ગનું ગુજરાત સતત અનુસરણ કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની સાતમી ગર્વનિંગ કાઉન્સીલની બેઠકમાં મુખ્યમંત્રી સહભાગી થયા હતા અને રાજ્યની પ્રભાવક વિકાસ ગાથા પ્રસ્તુત કરી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને સુશાસન, શહેરી વિકાસ અને કૃષિ વિકાસ તથા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ અને અગ્રેસરતાનું વિવરણ બેઠકમાં ઉપસ્થિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ અને નીતિ આયોગના સદસ્યો સમક્ષ કર્યુ હતું. ભારત સરકારે બહાર પાડેલા ગુડ ગર્વનન્સ ઇન્ડેક્ષ, લોજીસ્ટીક પરફોર્મન્સ ઇન્ડેક્ષ, સ્ટેટ એનર્જી એન્ડ ક્લાયમેટ ઇન્ડેક્ષ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ તેમજ સસ્ટેઇનેબલ ગોલ ઇન્ડીયા ઇન્ડેક્ષ ૩.૦ ની વિવિધ કેટેગરીમાં ગુજરાતે પ્રથમ સ્થાન અંકિત કર્યુ છે. વડાપ્રધાનના સતત માર્ગદર્શનમાં ગુજરાતે ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, ૩૦ ગીગાવોટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, ધોલેરા SIR અને સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવી અનેક મહત્વાકાંક્ષી પરિયોજનાઓથી વિકાસની નવી ઊંચાઇ આંબી છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં શહેરીકરણ-અર્બન સેક્ટરની પહેલ રૂપ બાબતો અને સિદ્ધિઓ વર્ણવતા કહ્યું કે, વડાપ્રધાનએ ગુજરાતના શહેરોને વર્લ્ડક્લાસ સિટીઝ બનાવવાનું જે સપનું જોયુ હતું તેને સાકાર કરવા અમે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીયે.

રાજ્યના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ગુજરાતીમાં ઇ-કોન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવા G-શાળા એપ બનાવવામાં આવી છે તેની વિગતો તેમણે આપી હતી. મુખ્યમંત્રી સાથે નીતિ આયોગની આ ૭મી ગવર્નિંગ કાઉન્સીલની બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર પણ સહભાગી ગયા હતા.