રાજુલાથી જુની બારપટોળી વચ્ચે
બ્રાંચ પોસ્ટ માસ્ટર બાઇક પાછળ થેલો ટીંગાડી પોતાના ગામ તરફ જતા હતા
થેલામાં વિવિધ યોજનાની ૧૦૦ થી વધુ પાસબુક હતી
રાજુલા તાલુકાના જુની બારપટોળીમા રહેતા બ્રાંચ પોસ્ટ માસ્ટર પોતાના બાઇક પર પોસ્ટના રેકર્ડ ભરેલો થેલો રાજુલા પોસ્ટ ઓફિસથી જુની બારપટોળી આવી રહ્યાં હતા ત્યારે રસ્તામા ખોવાઇ ગયો હતો.
પોસ્ટના રેકર્ડ ભરેલો થેલો ખોવાયાની આ ઘટના રાજુલા પોસ્ટ ઓફિસથી જુની બારપટોળી વચ્ચે બની હતી.
બ્રાંચ પોસ્ટ માસ્ટર તુલસીદાસ વલ્લભદાસ અગ્રાવતે રાજુલા પોલીસ મથકમા જણાવ્યું હતુ કે
તેઓ તારીખ ૨૦/૫/૨૩ના રોજ બપોરના ૧૨:૨૦ આસપાસ રાજુલા પોસ્ટ ઓફિસથી જુની બારપટોળી પોતાનુ બાઇક લઇ પાછળ પોસ્ટના રેકર્ડ ભરેલ થેલો ટીંગાડીને આવતા હતા.
આ દરમિયાન રસ્તામા થેલો ખોવાયો હતો. થેલામા બચત ખાતાની પાસબુક નંગ-૨૩, રીકરીંગ ડિપોઝીટ પાસબુક નંગ-૮૦, સુકન્યા સમૃધ્ધી યોજનાની પાસબુક નંગ-૨૫ અને એસબી, આર.ડી અને સુકન્યાના જનરલ ચોપડા નંગ-૭ હતા.
બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એ.જી.સોલંકી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.