વાંદરિયા ગામની સિમ વિસ્તારમાં થિ વરલી મટકાના આંકડા લખતા એક આરોપી ઝડપાયો

મળતી માહિતી અનુસાર રાજપીપલા પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન તેઓને બાતમી મળેલ કે વાંદરીયા ગામની સીમ વિસ્તારમાં એક આરોપી પોતાના આર્થિક ફાયદા માટે ગેર કાયદેસર વરલી મટકાના આંક ફરક ના આંકડા લખે છે. જે બાતમીના આધારે રાજપીપલા પોલીસ સ્ટાફના માણસો મોજે વાંદરીયા ગામની સીમ વિસ્તારમાં જુગાર અંગે રેડ કરતા ખેતરના સેઢા ઉપર એક આરોપી પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર વરલી મટકાના આંક ફરક ના આંકડા લખી લખાવી પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડતા ઝડપાઈ આવ્યો.

સાગબારા પોલીસે ઝડપાયેલા આરોપીની અંગ ઝડતી લેતા મળેલા રોકડા રૂપિયા 230 તથા આંકડા લખેલી સ્લીપ બુક કાર્બન પેપર બોલપેન તથા જુગાર અંગે ના સાહિત્ય મળી કુલ 230 ના મુદ્દા માલ સાથે સદર આરોપી ફિરોજભાઈ નસરુદ્દીનભાઈ શેખને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.....