અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ગેરકાયદેસર માદક પદાર્થ ભેજવાળા ગાંજાનાં ગુનાના કામે પડવાનાં બાકી આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

ગુજરાત રાજ્યના અધિક પોલીસ માર્ગાનટેક્સથી સી.આઇ.ડી.નઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હૈરા-ફેરી, વેચાણ અટકાવવા ખાસ જરૂરી સુચનાઓ આપેલ હોય,

જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા-મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.

જે અનુસંધાને અમરેલી S.O.G.ટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી. એસ, ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હોય. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,

 અમરેલી સીટી પો.સ્ટે.માં દાખલ કરવામાં આવેલ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૦૩૨૩૦૧૯૨/૨૦૨૩ એન.ડી.પી.એસ એકટ કલમ-૨૦(૨)(ર-બી),૨૯ મુજબના ગુનાના કામે તપાસ દરમિયાન ખુલવા પામેલ ઈસમ અમરેલી બહારપરા વિસ્તાર, ચાંદની ચોક, ચૌહાણ પાનના ગલ્લાની પાસે આંટા-ફેરા મારતો હોય, તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ તપાસ કરતા એક ઈસમને ઝડપી પાડવામાંસફળતા મળેલ છે.

પકડાયેલ આરોપી :-

(૧) ઇજાર ઉર્ફે ઇજુ ઉર્ફે એજ ઉર્ફે ભુરો અમીનભાઇ બીલખીયા ઉ.વ, ૨૦, ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ, રહે. અમરેલી, બટાર વાડી, શ્યામ બેકરી વાળી ગલી. ભારત મીલની સામે, 'KGN' તા જી અમરેલી.

મજકુર પડાયેલ ઈસમની પુછપરછ દરમિયાન

અમરેલી સીટી પોસ્ટે.ગુ.ર.નં.-૧૧૧૯૩૦૦૩૨૩૦૧૯૨/૨૦૨૩ એન.ડી.પી.એસ એકટ કલમ-૨૦(૨)(૨-બી),૨૯ મુજબના ગુન્હાના કામે

પકડાયેલ મહિલા આરોપી જેતુનબેન ઉર્ફે નજુબેન વા/ઓ અબુશા ઓઠા, રહે અમરેલી વાળીને માદક પદાર્થ ગાજાનો જથ્થો આપેલ હતો. મજકુર પકડાયેલ ઈસમને વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જી.મારૂ, તથા ઍસ.ઓ.જી.ટીમનાં એ.એસ.આઇ. સંજયભાઇ પરમાર, તથા યુવરાજસિંહ સરવૈયા તથા હેડ કોન્સ..મનીષદાન ગઢવી તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા જનકભાઈ કુવાડીયા, દ્વારા કરવામાં આવેલ

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.