સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોચીદડ ગામ ખાતે ખેડૂતના ખેતરમાં પાણીની પાઇપલાઇન ખેંચવા માટે 80 બંડલ પાઇપ પડ્યા હતા. જેમાં જીઈબીની શોર્ટ સર્કિટ થતા આ બંડલોમાં આગ લાગી હતી. અને અઢી લાખ રૂપિયાના પાઇપો બળીને ખાખ થઇ ગયા હતા. અને લીંમડાના પાંચથી વધુ વૃક્ષો પણ બનીને ખાખ થઈ ગયા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં ગરમીનો પારો ખુબ વધ્યો છે. સામે વીજળીની વપરાશ પણ વધી છે. અને વીજળીની વપરાશના કારણે તેમાં પણ લોડ વધી જવાના કારણે શોર્ટ સર્કિટ થવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ લીંબડી તાલુકાના મોચીદડ ગામ ખાતે વાડીના શેઢા ઉપર 80 જેટલા પાઇપના બંડલ રાખવામાં આવ્યા હતા. જે પાણીની પાઇપલાઇન ખેંચવા માટે ખેડૂત લાવ્યા હતા. અને વાડીના શેઢે આગ લાગતા 80 પાઇપલાઇનના બંડલો જ્યાં ગોઠવવામાં આવ્યા હતા ત્યાં વીજળીની લાઇન પસાર થઈ રહી છે.જેમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક જ 80 બંડલ પાઇપના પડ્યા હતા. જેમાં વિકરાળ આગ લાગી હતી આગમાં 80 બંડલ ખાખ થઈ જવા પામ્યા છે. જ્યારે ખેડૂત ચંદ્રકાંતભાઈ પટેલે જણાવ્યું હતુ કે, મારી ખેતર વાડીમાં આગ લાગી હતી. અને 80 બંડલ પાઇપના રૂ. અઢી લાખની કિંમતના બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે નવાઈની વાત તો એ છે કે લીંમડાના ઝાડ પણ આ આગ લાગવાના કારણે બળીને ખાખ થઈ જવા પામ્યા છે. ત્યારે આ અંગેની જાણકારી પીજીવીસીએલ જીઈબી કંપનીને પણ આપવામાં આવી હતી. છતાં પણ હજી કોઈ પણ અધિકારીઓ ઘટનાસ્થળે આવી અને તપાસ કરી નથી.