આફતની આગાહી: બનાસકાંઠા જિલ્લામાં 28 થી 30 મેં દરમિયાન માવઠાની આગાહી, માર્કેટિંગ યાર્ડમાં પડેલી ખુલ્લી જણસને સલામત સ્થળે રાખવા તાકીદ કરાઈ
બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત આફતની આગાહી આપવામાં આવી છે જેમાં કમોસમી વરસાદની આગાહી બાબતે સાવચેતીના પગલાં લેવા હવામાન વિભાગ અમદાવાદ 25 મેં 2023 ના ઈ-મેઈલ પત્રની વિગતે બનાસકાંઠા જિલ્લામાં 28 થી 30 મેં 2023 ના રોજ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમ્યાન પલળી ન જાય તે પત્ર દ્વારા સતર્ક રહેવા તાકેદ કરાઈ છે ઉલ્લેખનીય છે કે એક બાજુ ઉનાળો સીઝનની મગફળી બાજરી જેવા પાકો લેવાના સમયે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે