ધ કેરલ સ્ટોરી: પાલનપુરમાં માળી સમાજની બહેેનો માટે વિામૂલ્યે ફિલ્મના શોનું આયોજન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં બહેનોએ ફિલ્મ નિહાળી

પાલનપુર માળી સમાજની બહેનોમાં જાગૃતતા આવે તેવા હેતુથી સમાજના યુવાનો દ્વારા બહેનોને વિનામૂલ્યે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં સમાજની બહેનો હાજર રહી ધ કેરાલા ફિલ્મને નિહાળી હતી. જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર,માળી સમાજના પ્રમુખ હર્ષદભાઇ પરમાર (માળી),નગરપાલિકા ઉપ પ્રમુખ હસમુખભાઈ પઢીયાર,શાંતિભાઇ માળી,પ્રશાંતભાઇ,ભાજપ શહેર યુવા પ્રમુખ જીગરભાઈ માળી, કરનભાઇ માળી,નીરવભાઇ સાંખલા સહીત મોટી સંખ્યામાં માળી સમાજની બહેનો હાજર રહી હતી.

જીગરભાઈ માળીએ જણાવ્યું હતું કે આજે માળી સમાજ યુવા ગ્રુપ ગણેશ ગ્રુપ આં બધાના સહયોગ થી જે લોકોમાં જાગૃતા લાવે એક શરૂઆત થઈ છે જે ધ કેરલા સ્ટોરી એ સ્ટોરી ના ભાગ રૂપે દરેક મહિલા ઓ માં જાગૃતા આવે એવી આજે 356 થી વધુ મહિલા ઓ એ આજે ધ કેરલ સ્ટોરી જોઈ આપણા ધારાસભ્ય અનિકેત ભાઈ હાજર રહ્યા તેમજ માળી સમાજ ના પ્રમુખ એવા અમારા નગરપાલિકા ઉપ પ્રમુખ હસમુખભાઈ સમાજ ના ઉપ પ્રમુખ શાંતિ ભાઈ તેમજ અમારી ટિમ આયોજનના ભાગ રૂપે હાજર રહી સૌથી વધુ સંખ્યામાં મહિલાઓને ધ કેરલ સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી હતી.