ગુજરાત રાજ્ય આદિજાતિ નિગમ દ્વારા આપવામાં આવતી ટ્રેક્ટર લોન સહાય બની આદિજાતિ માટે આશીર્વાદરૂપ....
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ટ્રેક્ટર માટે 4 ટકાના મામુલી વ્યાજે 5 લાખ રૂપિયાની લોન સહાય યોજનાથી આદિજાતિના ખેડૂતોમાં ખુશહાલી આવી..
ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની ટ્રેક્ટર સહાય યોજના થકી મારુ સ્વપ્ન સાકાર થયું છે. લાભાર્થી હરીશભાઈ ગોમાર
ગુજરાત રાજ્યના આદિજાતિ નિગમ દ્વારા ખેતી કરતા આદિજાતિના ખેડૂતો માટે ટ્રેક્ટર લોન સહાય યોજના અમલી છે. જેના લાભ થકી આદિજાતિના લોકોની ખેતી સંબંધિત મુશ્કેલીઓનો અંત આવ્યો છે. તેમજ સમય ખર્ચની બચત થતાં તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો છે. તેમજ ખેતીમાં ઉત્પાદન વૃદ્ધિ થતાં અને મજૂરીમાં ઘટાડો થતા આદિજાતિ પરિવારોમાં ખુશહાલી જોવા મળી છે. બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ અને દાંતા તાલુકો આદિજાતિ બાહુલ્ય ધરાવતા તાલુકા છે. આદિજાતિ પરિવારો પરંપરાગત રીતે દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા આવ્યા છે. આધુનિક સાધનો ઉપકરણોને અભાવે ખેતી અને પશુપાલન કરતા આદિજાતિ પરિવારોને ઘણી મુશ્કેલી અને યતાનાઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે રાજ્યના આદિજાતિ નિગમ દ્વારા પુરી પાડવામાં આવતી વિવિધ યોજનાઓ આદિજાતિ પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહી છે. જેના લાભ થકી આદિજાતિ પરિવારો ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં આધુનિકતા અપનાવી આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી રહ્યા છે.
અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામના હરીશભાઈ હંસાજી ગોમાર વર્ષોથી ગામથી છેવાડે દૂર ખેતરમાં વસવાટ કરે છે. ગામથી દૂર હોવાને કારણે અને ખેતી પર આત્મનિર્ભર હોવાને કારણે નાની મોટી ઘણી તકલીફો અને મુશ્કેલીઓ પડતી હતી. પરિવારનો મુખ્ય વ્યવસાય ખેતી હોવાને કારણે ખેતી કામમાં મજૂરી વધારે રહેતી હતી. પરિવાર આખો દિવસ ખેતીકામમાં જોતરાયેલો રહેતો હોય છે. વાવણી, બિયારણ- ખાતર લેવા માટે તેમજ તૈયાર પાકના વેચાણને સંબંધિત અનેક તકલીફો પણ રહેતી હતી. વળી ખેતી પ્રમાણમાં મોટી હોવાને કારણે અને આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે ખેતીમાં ઉપયોગી અને આજના સમયની જરૂરિયાત એવુ ટ્રેક્ટર વસાવવું તેમના માટે એક સ્વપ્ન સમાન હતું. પરંતુ ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની ટ્રેક્ટર સહાય યોજના થકી તેમનું સ્વપ્ન સાકાર થયું અને ખેતી સંબંધિત તેમની મુશ્કેલીઓનો અંત આવ્યો છે. ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ પાલનપુર કચેરી દ્વારા હરિશભાઈને 4 ટકાના મામુલી વ્યાજે ટ્રેક્ટર માટે 5 લાખ રૂપિયાની લોન આપવામાં આવી છે. જે સહાયથી આજે તેઓ ટ્રેક્ટર વસાવવાનું સ્વપ્ન પૂર્ણ કરી શક્યા છે અને ટ્રેક્ટર આવ્યા પછી ખેતીમાં ઉપજ અને બચત પણ વધી છે. જેનાથી હરીશભાઈની આર્થિક સધ્ધરતા વધી છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા હરીશભાઈ જણાવે છે કે, આ યોજનાથી જ ટ્રેકટર લાવવાનું મારુ સ્વપ્ન પૂરું થયું છે. ટ્રેક્ટર આવ્યા પછી અમારી ખેતી સાથે સંકળાયેલી ઘણી બધી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. સમયની બચત અને ખર્ચમાં ઘટાડો થવાથી અમારી આવકમાં પણ વૃદ્ધિ થઈ છે. મારા ઘેર ટ્રેક્ટર જોઈ અમારા અન્ય આદિજાતિ ભાઈઓએ પણ આ યોજના વિશે માહિતી મેળવી ટ્રેક્ટર સહાય લેવા માટે ઈચ્છા દર્શાવી છે. સરકારની આવી અનેક યોજનાઓ અમારા જેવા વનવાસી આદિજાતિ પરિવારોને જીવવાનું પ્રેરકબળ પૂરું પાડનારી બની રહી છે.