પાવીજેતપુર તાલુકાના મોરા ડુંગરી ગામેથી પોલીસને નિહાળી ૨૭,૪૬૮/- નો વિદેશી દારૂ તેમજ બાઈક ફેંકી ખેપિયો ફરાર

          પાવીજેતપુર તાલુકાના મોરા ડુંગરી ગામે બાતમી આધારે વોચમાં ગોઠવાયેલ કરાલી પોલીસને નિહાળી ખેપીઓ ૨૭,૪૬૮/- નો વિદેશી દારૂ તેમજ ૩૫,૦૦૦/- ની બાઈક મળી કુલ ૬૨,૪૬૮/- નો મુદ્દા માલ ફેંકી ફરાર થઈ ગયો હતો. 

                પ્રાપ્ત માહિતી મુજબ કરાલી પોલીસને બાતમી હકીકત મળી હતી કે ખાંટીયાવાંટ- ચલામલી રોડ ઉપર મોરા ડુંગરી થી જૂની રૂઢી ગામ વચ્ચેના કાચા રસ્તા ઉપર થઈ એક બાઈક ઉપર સાડી ના પોટલામાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ ભરીને ચલામલી તરફ જનાર છે. બાતમી આધારે મોરાડુંગરી ગામની સીમમાં જૂની રૂડી તરફ જતા કાચા રસ્તા ઉપર કરાવી પોલીસે વોચ ગોઠવી દીધી હતી તે દરમિયાન મોરા ડુંગરી તરફના કાચા રોડ ઉપર થી આવતી બાઈક દેખાતા પોલીસે હાથ કર્યો હતો. પોલીસને નિહાળી કાચા રસ્તા ઉપર પોતાની મોટરસાયકલ મૂકીને ખેતરાવ રસ્તે મોરા ડુંગરીની સીમમાં ભાગી ગયો હતો.

           મોટર સાયકલ ઉપર બાંધેલ સાડીનું પોટલું ખોલીને જોતા ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂના ૫૦૦ મી.લી.ના બીયર ટીનના પુંઠાના બોક્ષ ચાર જેમાં કુલ બીયર નંગ ૯૬ કિ.રૂ. ૧૧,૫૨૦/- તથા ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની બોટલોના બોક્ષ નંગ ત્રણ જેમાં કુલ બોટલો નંગ ૩૬ કિ.રૂ. ૧૫,૯૪૮/- મળી કુલ બીયર ટીન /બોટલો નંગ ૧૩૨ કિ.રૂપિયા ૨૭,૪૬૮/- તથા મોટર સાયકલ કિ.રૂ.૩૫,૦૦૦/- મળી કુલ ૬૨,૪૬૮/- નો મુદ્દામાલ જપ્ત કરી ભાગી ગયેલ ખેપિયા વિરુદ્ધ કરાલી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.