બનાસકાંઠામાં ડીસા પાસે આવેલી લોરવાડા દૂધ મંડળીમાં ખરાબ દૂધ લેવાની ના પાડતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ મંત્રી પર બરણી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ડેરીના મંત્રીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા તાલુકાના લોરવાડા ગામે આવેલી દૂધ ડેરીના મંત્રી પર પશુપાલક પિતા પુત્રએ હુમલો કરતા ફરિયાદ નોંધાઇ છે. જેમાં દૂધ ડેરીમાં મંત્રી તરીકે રમેશ દેસાઈ ફરજ પર હતા. તે સમયે ડેરીના ગ્રાહક દીપાજી ઠાકોર અને તેમના પિતા પરબતજી ઠાકોર દૂધ ભરાવવા માટે આવ્યા હતા. તે સમયે ટેસ્ટર ઋત્વિક એ તપાસ કરતા દૂધ ખાટુ થઈ ગયું હોવાથી તેમનું દૂધ લેવાની ના પાડી હતી. તેમજ ડેરીના મંત્રીએ પણ તેમને સમજાવ્યા હતા.
જોકે, દૂધ લેવાની ના પાડતા વાતચીત દરમિયાન ઉશ્કેરાઇ ગયેલા પિતા પુત્રએ ડેરીના ટેસ્ટર ઋત્વિક પર બરણી ભરેલું દૂધ ઢોળી દીધું હતું અને ખાલી બરણી વડે મંત્રી રમેશ પર જીવલેણ હુમલો કર્યો હતો.
આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત મંત્રીને સારવાર અર્થે ભીલડી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત રમેશ એ હુમલો કરનાર પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.