પાયાકોઈ ગામની સિમ વિસ્તારમાંથિ પાના પત્તાં વડે પૈસાનો હાર જીતનો જુગાર રમતા પાંચ જુગારી ઝડપાયા : ત્રણ જુગારી થયા ફરાર

મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર અંગે રેડ માટે નીકળ્યા હતા. દરમ્યાન તેઓને બાતમી મળેલ કે તિલકવાડા તાલુકાના પાયાકોઈ ગામની સીમ વિસ્તારમાં કેટલાક ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર પાના પત્તા વડે પૈસાનો હાર જીતો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો મોજે પાયા કોઈ ગામની સીમ વિસ્તારમાં જુગાર અંગે રેડ કરતા રોડની સાઈડમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડતા પાંચ જુગારી ઝડપાઈ આવ્યા. તથા રેડ દરમિયાન ત્રણ આરોપી થયા ફરાર

તિલકવાડા પોલીસે ઝડપાયેલા આરોપીઓની અંગ ઝડતી લેતા મળેલા રોકડા રૂપિયા 2090 તથા દાવ ઉપર લગાડેલા રૂપિયા 360 તથા મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 8,000 મળી કુલ 10,450 ના મુદ્દા માલ સાથે સદર આરોપી (1) સુરેશભાઈ કનુભાઈ ભીલ (2) રાજુભાઈ રમેશભાઈ ભીલ (3) રોહિતભાઈ જીવણભાઈ ભીલ (4) શૈલેષભાઈ જીવણભાઈ ભીલ (5) વાસુદેવભાઈ ઈશ્વરભાઈ ભીલ નાઓને ઝડપી પાડી તથા રેડ દરમિયાન ભાગી નીકળેલા આરોપી (6) ભરતભાઈ નટુભાઈ ભીલ (7) રાજુભાઈ નટુભાઈ ભીલ (8) ગીરીશભાઈ શંકરભાઈ ભીલનાઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીય વિરુદ્ધ તિલકવાડા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે....