ઈસ્લામ ધર્મના મહાન શહીદોની સ્મૃતિમાં હાલમાં મનાવવામાં આવી રહેલ મહોર્રમ માસમાં ખાસ કરીને કરબલાના શહીદોની રમ્તિમાં રચાયેલા 'તાજીયા' આવતીકાલે સાંજે ઈમામખાનામાંથી બહાર આવી જાહેરમાં પોતપોતાના માતમમાં આવી જઈ રાત્રિના ગામેગામ જૂલુસ રૂપે ફરનાર છે અને આવતીકાલ થી ઈસ્લામ ધર્મના બે મહત્વના દિવસ મહોર્રમ એટલે કે 'આશૂરાહ' મનાવવામાં આવનાર છે. ૧૩૮૦ વર્ષ પહેલા ઈરાક દેશના કરબલા શહેરમાં ઈસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબએ ધર્મની સત્યતાના કાજે પોતાના સાથીદારો સાથે ભવ્ય બલિદાન આપ્યુ હતુ જેની યાદમાં છેલ્લા ૧૦ દિ'થી ચાલી રહેલી હુસૈની મજાલિસોની આવતીકાલે રાત્રિના પૂર્ણાહ્તિ થશે એ સાથે રાત્રિના આશૂરાની રાત્રિ મનાવવામાં આવશે. ખાસ કરીને તાજીયા આવતીકાલે આખી રાત ફરશે અને પરમ દિવસના રાત્રે વિસર્જીત થશે. ૧૩૮૦ વર્ષ પહેલાની આ ઘટનામાં ગામેગામ મહોર્રમ માસ મનાવાઈ રહ્યો છે અને ખાસ કરીને કાલે આશૂરાહ સૌરાષ્ભરમાં મનાવવામાં આવશે.આ ઉપરાંત કરબલાના ૭૨ શહીદોની યાદમાં ઠેર ઠેર જાહેરમાં સબિલો રચવામાં આવી છે તેના દ્વારા અમીર ગરીબ સૌને વિના ભેદભાવે પાણી, સરબત, કોલ્ડ્રીંકસ, પ્રસાદ, નિયાઝ વિતરણ કરવામાં આવેલ છે અને રોશનીના ઝળહળાટ સાથે મુસ્લિમ વિસ્તારો હુસૈની રંગમાં રંગાઈ ગયા છે. મહોર્રમ નિમિતે કેટલાક મુસ્લિમ ભાઈ-બહેનો ૧૦ દિ'ના રોઝા રાખી રહ્યા છે. તેમા પણ અનેક ભાઈ-બહેનો બે દિ'ના રોઝા રાખશે અને ૧૦મી મહોર્રમ ઈસ્લામ ધર્મમાં મહત્વનો દિવસ હોય 'આ દિવસે મુસ્લિમ બિરાદરો સવારે વિશેષ નમાઝ પઢશે અને કબ્રસ્તાનોમાં ઉમટી પડી શ્રાદ્ધ તર્પણ કરશે. 

આવતીકાલે રાત્રિના તાજીયા જૂલુસ ૩પે કરી સવારે વિરામ લેથે : પરમ દિવસે બપોરે કરી જૂલુસ ૩પે કરીને રાત્રિના વિસર્જીત થશે ; કરબલાના શહીદોની યાદમાં મનાવાતો મહોર્ટમ માસ : પરમ દિવસે સિહોર સાથે સૌરાષ્ટ્રભરમાં 'આથૂરાહ' પર્વ ઉજવાશે : સવારે કબ્રસ્તાનમાં 'શ્રાધ્ઘતર્પણ' માટે મુસ્લિમો ઉમટી પડશેઃ મસ્જિદોમાં રોઝા અને રાત્રે કુઆર્ન પઠન, સુખ સમૃદ્ધિ અને શાંતિ અર્થેની મંગારો દુઆઓઃ એકબીજાને કરશે