સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ સહનશીલતાઓ વ્યક્તિઓમાં ઘટી છે અને ખાસ કરીને મૂડી તાલુકામાં આત્મહત્યાના બનાવો વધુને વધુ સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામે ખેતીવાડીમાં કામકાજ કરી રહેલા પરિવારે છેલ્લા કેટલાક દિવસથી પોતાની પુત્રી કામકાજમાં ધ્યાન ન આપતા અને કામકાજ કરવામાં કરતા પિતાએ તેને ઠપકો આપ્યો હતો.ત્યારે તેને લાગી આવતા વાડી ખેતરમાં જ પોતાના પ્રાણ આપી દીધા છે અને ઝેરી દવા પી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર મૂળ રાધનપુર ગામના અને હાલમાં મુળી તાલુકામાં ખેતીના વ્યવસાય માટે આવેલા ખેત મજુર અને મૂળ મયુરસિંહ રણુભા નામના વ્યક્તિની ખેતીવાડી સંભાળી અને ખેતીવાડીમાં રહેતા મૂળ રાધનપુર ગામના પોપટભાઈ અમથાભાઈ નામના વ્યક્તિની 18 વર્ષની પુત્રીએ ખેતરમાં કામકાજ અને ઘરકામમાં બરાબર ધ્યાન ન આપતા તેને સામાન્ય રીતે ઠપકો આપ્યો હતો ત્યારે તેને ખેતરમાં પાકમાં નાખવાની દવા ગટગટાવી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે આ અંગેની જાણકારી મૂડી પોલીસને આપવામાં આવી છે અને તાત્કાલિક અસરે મૂડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે.