સુરેન્દ્રનગર જીલ્લા ઇચા.પોલીસ અધિક્ષક એચ.પી.દોશી સુરેન્દ્રનગર જીલ્લામાં પેટ્રોલીંગ કરી જીલ્લાના પ્રોહીબીશન તેમજ જુગારયારાના નાસતા ફરતા આરોપીઓની તપાસ કરી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરી પકડી પાડી અસરકારક કામગીરી કરવા માટે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ત્રિવેદી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના યા.પો.સબ.ઇન્સ. સી.એ એરવાડીયા નાધઓને ભારપુર્વક જણાવી જરૂરી સુચના માર્ગદર્શન કરેલ જે અન્વયે પેરોલ ફર્લો સક્વોડના પો.સબ.ઇન્સ.સી.એ.એરવાડીયા સ્ટાફના માણસોને નાસતા ફરતા આરોપીઓને એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ નો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના માર્ગદર્શન કરી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ.જે અનવ્યે તા.19/05/2023 ના રોજ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સતત પ્રત્નશીલ હતા. દરમ્યાન હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ નો ઉપયોગ કરી બાતમી હકિકત મેળવી લીંબડી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 0075/2023 પ્રોહી.એક્ટ કલમ-65એએ મુજબના ગુન્હાના કામે એક માસ ઉપરથી ફરાર નાસતો ફરતો આરોપી લાલજીભાઇ રાઘુભાઇ મકવાણા જાતે રાવળદેવ ઉ.વ.25, રહે.ઉંટડી, મફતીયાપરા, તા.લીંબડી, જી.સુરેન્દ્રનગર વાળાને લીંબડી તાલુકાના ઉંટડી ગામથી પકડી પાડી આરોપીને ગુન્હા બાબતે પુછપરછ કરતા પોતે ઉપરોક્ત ગુન્હામાં ફરાર નાસતો ફરતો આરોપી હોવાની કબુલાત આપેલ. આરોપી લીંબડી પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુન્હામાં ફરાર નાસતો ફરતો આરોપી હોય તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે મજકુર આરોપીનો કબ્જો લીંબડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं