ડીસામાં એલિવેટેડ બ્રિજ નીચેથી અજાણ્યા યુવકની મળેલી લાશનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમા જ ઉકેલી દીધો..

જેમાં જમવા જેવી નજીક બાબતે તકરાર થતા મિત્રએ જ મિત્રને બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે..

ડીસા પાલનપુર હાઇવે પર માર્કેટયાર્ડ ની સામે એલિવેટેડ બ્રિજ નીચે ગઈકાલે શંકાસ્પદ એક અજાણ્યા શ્રમજીવી યુવકની લાશ મળી આવતા ડીસા શહેર દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી..

અને લાશ ને પીએમ અર્થે ખસેડી મૃતક ના વાલી વારસો ની શોધખોળ હાથ ધરી હતી..

પોલીસે આ મામલે સતર્ક બની ત્વરિત તપાસ હાથ ધરી આજુ બાજુ ના સીસીટીવી તેમજ લોકોની પૂછપરછ કરતા મૃતક યુવક વિઠોદર ગામનો શ્રવણજી વિરમાજી રાવળ હોવાનું જાણવા મળ્યું હતું..

મૃતક શ્રવણજી પેડલ રીક્ષા લઈ મજૂરી કરતો હોવાથી તેની સાથે કોણ હોય છે તે અંગે પોલીસે આજુ બાજુ ના વેપારીઓ તેમજ માર્કેટયાર્ડ ના મુખ્ય ગેટના સીસીટીવી ચેક કરતા મૃતક શ્રવણજી તેના મિત્ર ઇશ્વરજી શંકરજી મકવાણા માર્કેટયાર્ડ માંથી જમવાનું પાર્સલ લઈ બ્રિજ નીચે આવ્યા હોવાનું દેખાયું હતું..

પોલીસે તરત જ તેના મિત્ર ઈશ્વરજી મકવાણા ની શોધખોળ હાથ કરી હતી, અને તેને પકડી પૂછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો..

પ્રાથમિક તપાસ દરમિયાન બંને વચ્ચે જમવા બાબતે સામાન્ય બોલા ચાલી થઇ હતી અને તે દરમ્યાન ઉશ્કેરાયેલા ઈશ્વરજી મકવાણાએ શ્રવણજી ને માથામાં બોથડ વસ્તુના ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે હત્યારા મિત્રની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે..