ગુજરાત માં સૌ પ્રથમ ડીસા ખાતે મહિલા સહાયતા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે..
સરકારી કચેરીઓ માં મહિલાઓ ને પડતી સમસ્યાઓ ના નિવારણ માટે અને તમામ પ્રકાર ની સુવિધા તેમજ સરકારી યોજનાઓ ની માહિતી મળી રહે, તે માટે મામલતદાર કચેરી ખાતે મહિલા સહાયતા કેન્દ્ર ની શરૂઆત કરાઈ છે..
સામાન્ય રીતે કોઈપણ સરકારી કચેરી માં મહિલાઓ ને કોઈ કામ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે, અને કેટલીકવાર તો વારંવાર ધક્કા ખાવા છતાં પણ યોગ્ય માહિતી કે સુવિધા મળતી નથી..
જે બાબત ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળી ને ધ્યાને આવતા જ તેમણે આ અંગે સંકલન માં રજૂઆત કરી નાયબ કલેક્ટર નેહા પંચાલ સાથે આ મુદ્દે ચર્ચા કરી ડીસા ની સરકારી ઓફિસ માં મહિલાઓ ની સુવિધા માટે યોગ્ય વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું..
જે અંતર્ગત આજે ગુજરાત માં સૌપ્રથમ ડીસા મામલતદાર કચેરી ખાતે મહિલા સહાયતા કેન્દ્રનો શુભારંભ કરાયો છે..
જ્યાં મહિલાઓ દ્વારા મહિલાઓ ને તમામ પ્રકાર ની સુવિધાઓ અને સરકારી યોજનાઓ ની માહિતી પૂરી પાડવામાં આવશે..
આ અંગે ધારાસભ્ય પ્રવીણ માળી અને નાયબ કલેક્ટર નેહા પંચાલે જણાવ્યું હતું કે, આ મહિલા સહાયતા કેન્દ્રથી મહિલાઓ વિના સંકોચે તેમને મળતા સરકારી લાભ અને સહાય અંગે માહિતી મેળવી શકશે..
ફોર્મ પણ ત્યાંથી જ આપવામાં આવશે અને કઈ જગ્યાએ ફોર્મ જમા કરાવી કઈ રીતે સહાય મળે તે અંગે સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે..
સરકારી કચેરી માં કેટલીક વાર મહિલાઓ પાસે થી એજન્ટો પૈસા પડાવી છેતરપિંડી આચરતા હતા તે પણ હવે બંધ થશે, જેથી એક પાર દર્શક વહીવટ થશે અને સરકારી યોજનાઓ નો પૂરે પૂરો લાભ જરૂરિયાતમંદ મહિલાઓ ને મળશે..