ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો બગદાણા પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા મહેન્દ્રસિંહ સરવૈયાને બાતમીરાહે ફકીકત મળેલ કે,અમુક ઇસમોએ મહુવા તાલુકાના ઓથા ગામ, સ્ટેશન વિસ્તારમાં આવેલ શૈલેષભાઇ ભુપતભાઇ ભાલીયાની વાડીએ ચોરાઉ મોટર સાયકલો રાખી વેચવા માટે બહારથી માણસોને બોલાવી મોટર સાયકલો બતાવે છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસો પાસેથી નીચે મુજબની અલગ-અલગ કંપનીના મોટર સાયકલ મળી આવેલ.જે મોટર સાયકલ અંગે તેઓ પાસે કોઇ આઘાર-પુરાવા ન હોવાથી શક પડતી મિલ્કત તરીકે કુલ-૨૨ મોટર સાયકલ કિ.રૂ.૭,૮૯,૦૦૦/-નાં પંચનામાની વિગતે Cr.P.C. એકટ કલમ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી તેઓને હસ્તગત કરેલ.તેઓની પુછપરછ કરતાં નીચે મુજબનાં તમામ મોટર સાયકલ તેઓને છેલ્લાં એકાદ વર્ષની અંદર દિપેશ ઉર્ફે દિપક પરશોત્તમભાઇ શિયાળ રહે ઓથા તા.મહુવા જી.ભાવનગર હાલ-સુરતવાળા આપી ગયેલ હોવાનું જણાવેલ. જે અંગે બગદાણા પો.સ્ટે..માં કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ