*ડીસા શહેરમાં વધુ એક શ્રમજીવી વ્યક્તિની હત્યા*
ઉત્તર ગુજરાતનું વેપારી મથક ગણાતો ડીસા શહેર ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ પાલનપુર કંડલા હાઇવે પર ડીસાની મધ્ય બનાવવામાં આવેલ એલિવેટેડ બ્રિજ નીચે સવારના પહોરમાં એક અજાણી વ્યક્તિને મૃત હાલતમાં જોવા મળતો ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસ તાબડતોડ રાજમંદિર પાસે આવેલ પ્રાઇમ હોટલની સામે અને બીજી બાજુ માર્કેટ યાર્ડની બાજુમાં આવેલ એલિવેટેડ બ્રિજ નીચે એક વ્યક્તિ મૃત અવસ્થામાં પડી જોવા મળી હતી ત્યારે નજીકથી જોતા કોઈ હરામખોરોએ એ વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા કરી મોતને ઘાટ ઉતારવામાં આવેલ હોવાનું જાણવા મળેલ અને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા
મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના દિવસે રાત્રે 10.45 પછી બની હોવાની સામે આવી છે અને એની બાજુમાં જમવા માટેનું પાર્સલ પણ મળી આવેલ ત્યારે 108 ને જાણ કરી 108 પણ પહોંચી હતી મરનાર વ્યક્તિને ઓળખ ની તપાસ કરતા ડીસા તાલુકાના વિઠોદર ગામના શ્રવણ વીરમાભાઈ રાવળ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે હત્યા કરવા આવેલા લોકો હજુ ફરાર છે તેની હાલ તપાસ ચાલુ છે અને સમગ્ર તપાસ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી ગોહિલ સાહેબ ચલાવી રહ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી
અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા