ડીસા (મેરૂજી પ્રજાપતિ)

આજરોજ વહેલી સવારે ડીસા પાલનપુર હાઇવે પર માર્કેટયાર્ડ સામેની બાજુએ એલિવેટેડબ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ઘટના સ્થળે લોકોને ટોળેટોળા જમા થઈ જવા પામેલ.આજ વહેલી સવારે ડીસા માર્કેટ યાર્ડ અને પ્રાઈમ હોટલ સામે બ્રિજના છેડા નીચે એક અજાણ્યા શ્રમજીવી પુરુષની લાશ મળીઆવતા ડીસા શહેર દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હત્યારાની શોધખોળ હાથ ધરેલ.

ડીસા પાલનપુર હાઇવે પર એલીવેટેડ બ્રિજ નીચે એક અજાણ્યા યુવકની હત્યા થઈ છે માર્કેટયાર્ડ પાસેથી પસાર થતા લોકોએ એલિવેટેડ બ્રિજ નીચે લોહી લુહાણ હાલતમાં એક યુવક પડ્યો હોવાનું દેખાતા 108 એમ્બ્યુલન્સ વાન અને પોલીસને જાણ કરી હતી. આ બનાવની માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સ વાન ની ટીમ સ્થળ પર જઈ તપાસ કરતા યુવકનું મૃત્યુ થયેલું જાણવા મળ્યું હતું. ત્યારબાદ શહેર દક્ષિણ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક તપાસ કરતા યુવકની પથ્થરના ઘા મારી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.યુવકની હત્યા મામલે પોલીસે સ્થળનું પંચનામું કરી લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.તેમજ મૃતક ના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી જ્યારે યુવકની હત્યા કોને કરી છે, કયા કારણોસર કરી છે તે દિશામા ડીસા શહેર દક્ષિણ પોલીસ સતર્ક બની ત્વરિત તપાસ હાથ ધરેલ. અને ડીસા પોલીસની મહેનતથી ગણતરી ના કલાકોમાં સી.સી. ટીવી ફૂટેજ એફ.એસ.એલ.મોબાઈલ લોકેશન વિગેરેની પોલીસ કામગીરીને લઈ ભેદ ઉકેલાયો હોવાનું જાણવા મળેલ. મરણજનાર શ્રમજીવી શ્રવણજી વિરમાજી રાવળ રહે. વિઠોદર તા.ડીસા વાળો હોવાનું અને જેને જમવાની બાબતે તેના મિત્ર ઇશ્વરજી શંકરજી મકવાણા સાથે સામાન્ય બોલાચાલી દરમ્યાન માથાકૂટ થતા ધોકા વડે માર મારતા મૃત્યુ નીપજ્યું હોવાનીવાત જાણવા મળેલ.