સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના અપહરણ તથા પોકસોના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડકુટુંબીક તી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ
અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા એચ.બી.વોરા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ,નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ,
અમરેલી જીલ્લામાં સર્ગીર વયની કિશોરીઓને લલચાવી-ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઇ જવાના ગુના કામે નાસતા ફરતા આરોપીઓને ભોગ બનનાર કીશોરી સાથે શોધી કાઢવા સારૂ સુચના આપવામાં આવેલ,
જેથી પરીણામલક્ષી કામગીરી કરી આરોપીઓને ઝડપી પાડવા માટે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ ની જરૂરી સુચના અન્વયે તેઓના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રૂરલ પો.સ્ટેની સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સીસ તેમજ ખાનગી બાતમી આધારે આરોપીને ગણતરીની કલાકોમા શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે.
•ગુનાની વિગત-
સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૧૫૪૪૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩,૬૬,૩૭૬(૨)(એફ)(જે)(એન) તથા પોકસો એક્ટ કલમ ૪.૬.૮.૧૦ મુજબનો ગુનો તા.૧૬/૦૫/૨૦૨૩ ની રજી.કરવામાં આવેલ.
આ કામની ફરીયાદ હકીકત એવી છે કે આ કામના આરોપીએ ફરીયાદીની સગીરવયની દીકરી(ભોગબનનાર)ઉ.વ ૧૭ વર્ષ ૦૯ માસ વાળી, કે જે આરોપીની કુટુંબી બહેન થતી હોય તેમ છતા. ભોગબનનારને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી,
છેલ્લા ચારેક વર્ષથી બદકામ કરવાના ઇરાદે ભોળવી બળજબરીથી અવાર નવાર શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારતા ભોગબનનારે બાળકને જન્મ આપતા જે આરોપીએ ગુન્હો કર્યા વિ. બાબત છે.
-પકડાયેલ આરોપી ની વિગત
શૈલેષભાઇ કેશુભાઈ વાળા ધંધો.મજુરી, રહે.કૃષ્ણગઢ, તા.સાવરકુંડલા, જી. અમરેલી,
આ કામગીરી ઇન્ચાર્જ પો.ઇન્સ જે.કે.મોરી, તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ નાઓની રાહબારી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ ટીમના અના હૈ. કો.યુવરાજસિંહ સરવૈયા તથા મહંમદહુસેન મકવાણા તથા PC ભાવેશભાઇ ગઢવી તથા કુલદીપસિંહ જાડેજા તથા જયપાલસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.