બનાસકાંઠા જિલ્લાના થરાદ ખોડા પોસ્ટ પરથી પોલીસે એક દારૂ ભરેલું ટ્રેલર ઝડપી પાડ્યું છે. જેમાં થરાદ પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ ટ્રેલરને રોકાવી પોલીસે ચેક કરતા ટ્રેલરમાંથી પોલીસને મોટી માત્રામાં દારૂ મળી આવતા બે ઈસમો ની અટકાયત કરી ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

થરાદ પોલીસને બાતમી હકીકત મુજબ વાહન ચેકીંગ કરતા ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન સાંચોર બાજુથી એક શંકાસ્પદ ટ્રેલર ગાડી નં . RJ - 32 - GB - 9781 આવતાં પોલીસ તેને રોકાવી ચેક કરતાં તેમાં ચોખાના ભુસાના કટ્ટાની નીચેથી મોટી માત્રા દારૂ મળી આવતા જેથી પોલીસ તેનો કબ્જો લઇ ટ્રેલરમાં ભરેલ દારૂની પેટીઓ નીચે ઉતારી ગણતાં ટ્રેલરમાં થી અલગ અલગ બ્રાન્ડની કુલ દારૂની 898 પેટીઓ જે 10776 જેટલી બોટલ જેની 40 લાખ 70 હાજર 700 કુલ કિમત દારૂ મળી આવતા પોલીસ ટ્રેલર સહિત અન્ય મુદ્દામાલ કબ્જે લઈ ટ્રેલર ચાલક નરેશકુમાર મુલચંદ યાદવ રહે રામપુરા બેંગાકી નાગલ નીમકા થાના સીક્કર રાજસ્થાન તેમજ કલીનર અજય ચંદગીરામ ચમાર રહે કલોદા ખુર્દ નરવાણા જી . જીન્દ હરીયાણા વાળો દારૂના જથ્થા સાથે પકડાયેલ હોઈ તેમના વિરૂદ્ધ તથા દારૂ ભરવનાર રવિ ઉર્ફે રવિન્દ્ર જાટ રહે.હીસાર હરીયાણા વાળાઓ વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.