બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. મગફળી અને બાજરી જેવા તૈયાર પાકોને લઈ ખેડૂતોનું જીવ તાળવે ચોંટ્યા છે. જોકે, કેટલાક ખેડૂતોના બાજરી તેમજ મગફળી સહિતના પાકોને પિયત કરવાને લઈ વરસાદ પડે તો ફાયદો થાય શકે તેમ છે. ત્યારે વાદળ છાય વાતાવરણને લઈ લોકોને ગરમીથી થોડાક અંશે રાહત મળી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણમાં થતા બાજરી તેમજ મગફળી જેવા તૈયાર પાકોને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે જોકે બનાસકાંઠા જિલ્લામાં સતત કાળજાળ ગરમી થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા પરંતુ બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા ગરમીથી આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે જોકે દિવસે ને દિવસે જિલ્લામાં 40 થી 42 ડિગ્રી ગરમીનો તાપમાન સરેરાશ નોંધાવા પામ્યું હતું પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવતા અવકાશમાં ઘનઘોર વાદળો વચ્ચે ગરમી માંથી રાહત મળી હતી.

આજે જિલ્લામાં વહેલી સવારથી જે વાદળછાયુ વાતાવરણ જોતા ગરમીથી લોકોને થોડીક રાહત મળી છે પરંતુ જો કમોસમી વરસાદી ઝાપટા પડે તો બાજરી મગફળી સહિતના પાકોને નુકસાન પણ થઈ શકે તેમ છે જેને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે બીજી તરફ જિલ્લામાં લગ્નનું સીઝન હોવાના લઈ વરસાદી ઝાપટાના કારણે રંગમાં ભંગ થઈ શકે તેમ છે.