કાંકરેજ તાલુકામાં D.D.O દ્રારા અરડુંવાડા અને તાણા માં સબ સેન્ટર(પેટા આરોગ્ય કેન્દ્ર) નું લોકાપર્ણ કરવામાં આવ્યું....
આજ રોજ તારીખ.૧૬/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે અરડુવાડા સબ સેન્ટર (પેટા આરોગ્ય કેન્દ્ર ) D.D.O (જિલ્લા વિકાસ અધિકારી)દ્રારા અરડુંવાડા અને તાણા ગામમાં ૧૧:૦૦ કલાકે (પેટા આરોગ્ય કેન્દ્ર) લોકાપર્ણ કરવામાં આવ્યું. અનD.D.O સાહેબ ને બાલિકાઓ કંકુતિલક કરી સ્વાગત કર્યું હતું અને જિલ્લા વિકાસ અધિકારી કહ્યું કે આ પેટા આરોગ્ય કેન્દ્ર માં સરકાર દ્ધારા તમામ સુવિધા અને ગામ જનો ને લાભ મળશે તો દરેક ગામ જનો ને લાભ લેવા આહ્વાન કર્યું હતું અને ગામના સરપંચ વાલજીજી ઠાકોર અને ગામ લોકો દ્વારા D.D.O સાહેબને સાફો, ફૂલહાર, શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. બીજી બાજુ તાણા ગામમાં D.D.O. સાહેબ નું દશરથભાઈ ઠકકર દ્રારા ફૂલહાર , શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં ઉપસ્થિત કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી જે. ડી.મહિડા,T.H.O ડૉ.પિયુષભાઈ ચૌધરી,P.T.U પોપટીયા સાહેબ, મેડિકલ ઓફિસર શ્રી, આરોયગ્ય સ્ટાફ, આંગણવાડી કાર્યકર બહેનો ,તલાટી કમ મંત્રી પિયુષભાઈ ચૌધરી,તાણા ગામના લોકો અને તલાટી એમ. જે. પટેલ,તાણા ડે. અભુજી તેરવાડીયા વગેરે હાજર રહ્યા હતા અને અરડુવાડા ગામના દૂધ મંડળી મંત્રી સહિત સમસ્ત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા..
અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા