*નર્મદા જીલ્લમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવમોગરા અને એસ.ડી. એચ.ગરુડેશ્વર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો* ........................

*બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૨ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરીને “રક્તદાન એ મહાદાન”નું ઉત્તમ ઉદાહરણ* ........................

રાજપીપલા, મંગળવાર:- નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓના જીવન રક્ષણ ઉદ્દેશ સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૩મી મેના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવમોગરા અને એસ.ડી. એચ.ગરુડેશ્વર ખાતે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજપીપલાના તાલુકા હેલ્થ ઓફીસ ગરુડેશ્વર, સાગબારા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજપીપલા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભરૂચનાં સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૨ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. “રક્તદાન એ મહાદાન” નું ઉત્તમ ઉદાહરણ દાતાઓ દ્વારા પૂરું પડવામાં આવ્યું હતું. જેઓએ રકતદાનથી ફક્ત સગર્ભા માતાઓના નહિ પરતું સમગ્ર સમાજને મદદરૂપ થઇ શક્યા છે જે પ્રોત્સાહનને પાત્ર છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકરીશ્રી ડો.જનકકુમાર માઢકે એક અખબારી યાદીમાં જણાવાયુ છે. ...............