સગીરાનાં બાળલગ્ન થતાં હોવાની 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી હતી. જાણ થતાં સુરેન્દ્રનગર ખાતે કાર્યરત 181 મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર રૂચિતા મકવાણા, મહીલા કોન્સ્ટેબલ મનીષાબેન નાકિયા અને પાયલોટ શિવમભાઈ મોરી તાત્કાલિક ધ્રાંગધ્રા પહોંચેલા અને પોલીસ સ્ટેશનના કર્મચારી સાથે રાખી લગ્ન સ્થળે દોડી ગયા હતા.181 મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા જે દીકરી-દીકરાના લગ્ન થઈ રહ્યા હતા તેના માવતરને મળી જન્મ અંગેનું પ્રમાણપત્ર માગતા દિકરીની ઉંમર માત્ર 16 વર્ષ અને 7 માસ અને દીકરાની ઉંમર 19 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી દીકરીના માવતરને 18 વર્ષ પછી જ લગ્ન કરવા અને જો 18 વર્ષ પૂર્વે લગ્ન કરે તો કાયદાકિય ગુનો ગણાય તે અંગેની માહિતી આપી.બાદમાં આ બાળલગ્ન અંગે 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી એ જાણ કરવામાં આવી હતી. જાણ થતાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 181 મહિલા હેલ્પલાઇનની ટીમ અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારી ટીમ દ્વારા દિકરી-દિકરાનાં માવતર પાસેથી બાહેંધરી પત્ર લખાવ્યું હતું. અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારી ટીમ દ્વારા ધારાધોરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.