ચોરીમાં ગયેલ મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી ચોરીનો ગુનો ડીટેકટ કરતી વેરાવળ સીટી પોલીસ

ગુન્હાની ટૂંક વિગત-

વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૩૦૩૭૫/૨૦૨૩ આઇ.પી.સી ક.૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ અને સદરહુ ગુનાના ફરિયાદી વિજયભાઈ બચુભાઈ ખુંટડ રહે.ડાભોર વાળાએ પોતાની ફરિયાદમાં જણાવેલ કે,

 વેરાવળ પ્રકાશ કોમ્પલેક્ષ રોડ, રાધે ક્રિષ્ના મંદિરની સામે રેયોન કંપનીના નવા બનતા ક્વાર્ટરના ગ્રાઉન્ડમાંથી પોતાના કન્ટ્રક્શન ની સાઈટ નો સામાન જેમા લોખંડના જેક પાઇપ નંગ ૧૧ જેની કિં.રૂ.૨૨,૦૦૦/- (અંકે રૂપિયા બાવીસ હજાર) ના માલમતાની કોઇ અજાણ્યા ચોર ઇસમે ગઇ તા.૦૮/૦૫/૨૦૨૩ ના કલાક-૦૭/૩૦ વાગ્યા ના સુમારે ચોરી લઇ ગયેલ* હોવા અંગેની ફરિયાદ આપતા ઉપરોકત ગુનાના નંબરથી ફરિયાદ રજી. થયેલ જે અન્વયે

        ચોરીના બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ આવા ચોરીના ગુન્હાઓ આચરતા ઇસમોને પકડી પાડવા જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ. યુ.મસી નાઓએ

જીલ્લામાં બનતા ઘરફોડ/ચોરી/લુંટના ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરી કરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય, જે અનુસંધાને

વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણી નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ PSI એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. પ્રતિપાલસિંહ ગીગાભાઇ તથા પો. હેડ કોન્સ. વિશાલભાઈ પેથાભાઈ તથા ચિરાગભાઈ અમરસીહભાઈ તથા

 પો. કોન્સ. નદીમભાઇ શેરમહમદભાઇ તથા નિતિનભાઈ વાસાભાઈ એ રીતેના પો.સ્ટાફ ઉપરકોત ચોરીના મુદામાલ તથા આરોપી બાબતે વોચ/તપાસ પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન એ.એસ.આઇ. પ્રતિપાલસિંહ ગીગાભાઇ ને મળેલ બાતમી હકીકત આધારે

ઉપરોકત ગુનામાં ચોરીમાં ગયેલ અસલ મુદામાલ સાથે ચોરી કરેલ આરોપીને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

 પકડાયેલ આરોપી-

મનુભાઈ રામાભાઇ પંડિત ઉ.વ.૪૫, ધંધો.મજુરી,રહે.વેરાવળ, મોટા કોડી વાળા હનુમાન ચોક પાસે, તા-વેરાવળ, જી-ગીર સોમનાથ,

કબ્જે કરેલ મુદામાલ-

લોખંડના જેક પાઇપ નંગ ૧૧ જેની કિં.રૂ.૨૨,૦૦૦/- (અંકે રૂપિયા બાવીસ હજાર)

      કામગીરી કરનાર ટીમ-

વેરાવળ સીટી પો.સ્ટે.ના પો. ઇન્સ. એસ.એમ.ઇશરાણી ના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પો.સ્ટે.ના PSI એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. પ્રતિપાલસિંહ ગીગાભાઇ તથા પો. હેડ કોન્સ. વિશાલભાઈ પેથાભાઈ તથા ચિરાગભાઈ અમરસીહભાઈ તથા પો. કોન્સ. નદીમભાઇ શેરમહમદભાઇ તથા નિતિનભાઈ વાસાભાઈ નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.