વડોદરામાં લેભાગુ પત્રકારોએ સત્તાનું દુરપઉપયોગ કરી વેપારી પાસેથી માગી લાખો રૂપિયાની ખંડણી

રાજ્યમાં કેટલાક લેભાગુ પત્રકારો સત્તાનું દૂરઉપયોગ કરી પૈસા પડાવી પત્રકારત્વની છબી ખરડાવી રહ્યા છે જેમાં ખોટી રીતે પત્રકારત્વની સત્તાનું દંભ બતાવી ઝોલા છાપ પત્રકારો બેફામ બન્યા છે.અને જનતાને કાયદોની ડર બતાવી પૈસાની માગણી કરતા નજરે પડ્યા છે સંસ્કારી નગર વડોદરામાંથી એક દૈનિક અખબાર પત્રકાર અને સાપ્તહિક અખબારના પત્રકારે સસ્તા અનાજની દુકાનના વેપારી પાસેથી પત્રકારત્વનું દંભ બતાવી 40 લાખ રૂપિયાની ખંડણી માગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જયાં રકઝક બાદ અંતે 12લાખ રૂપિયામાં ખંડણી આપવાનું નક્કી થયુ હતું જેમાં એક આરોપી પત્રકાર સિદ્રાર્થ મણિયારે આગાઉ પણ વેપારી પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી લીધી હોવાનું સામે આવ્યુ છે તો બીજી તરફ આરોપી પત્રકાર જીતેન્દ્ર વણકરે વેપારી પાસેથી 7 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો સામે આવ્યો છે.

બંને પત્રકારો ખંડણી માગનાર વેપારીઓને ડરાવી ધમકાવી જણાવ્યુ કે જો તમે આ અંગે કોઇને ણ કરશે તો તમારો વડોદરામાં રહેવા મુશ્કેલ કરી દઇશ જે અંગે વેપારીઓ ઘટનાની જાણ પત્રકારની મુખ્ય ઓફિસ કરાતા સમ્રગ મામલો પ્રકાશ આવ્યુ હતુ જયાં વડોદરાના દૈનિક અખબારના તંત્રી તોડબાજ પત્રકાર જીતેન્દ્ર વણકર અને સિદ્રાર્થ મણિયાર સામે ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

વડોદરાના આટલાદરમાં સસ્તા અનાજની દુકાનના વેપારી પત્રકારની મુખ્યઓફિસનું સંપર્ક કરી સમ્રગ ઘટના વર્ણવી હતી જેમાં 27 જૂને તેમની દુકાન પર બેઝોલા છાપ પત્રકારો આવે છે અને અમને ખબર છે કે તમે અનાજની કાળાબજારી કરો છો ઘંઉના ટેમ્પો બોલાવી રાતોરાત અનાજ સગેવગે કરો છો તેમ ડરાવી ધમકાવી પૈસાની માંગણી કરી હતી

જયાં ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદના આધારે ક્રાઇમબ્રાન્ચે સિદ્રાર્થ મણિયારને ઝડપી પાડ્યો હતો તો બીજો પત્રકાર આરોપી જીતેન્દ્ર વણકરની શોધખોળ હાથધરી છે તેમજ આરોપી સિદ્ધાર્થ પાસેથી 12.51 લાખ રૂપિયા પણ રિકવર કરવા કાર્યવાહી શરૂ કરી છે.