ડીસા વાસણા જુના ગોળિયા ગામે તળાવમાં માછલીઓના મોત થતાં અરેરાટી પ્રસરી...
સમગ્ર ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આજે ડીસા તાલુકાના વાસણા જુના ગોળિયા ગામે સ્મશાનની બાજુમાં પીપળીવાળા તળાવમાં રહેલી માછલીઓના અચાનક ટપોટપ મોત થતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી જ્યારે તળાવમાં માછલીઓના મોત થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં ગામ ના સરપંચ ને આ ઘટનાની જાણ થતા વાસણા ગોળીયા ગામના સરપંચ અને દશનાવાસ ગામના સરપંચ અને ડેરીના મંત્રીઓ તેમજ ગામના સમાજસેવી યુવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા
ત્યારે આ માછલીઓના મોતનું કારણ શોધવાની કોશિશ કરવામાં આવી રહી છે જ્યારે લોકોના જણાવ્યા અનુસાર ઉનાળામાં તળાવમાં પાણી ગરમ થતાં ગરમ પાણીના કારણે તળાવમાં માછલીઓના મોત થયાં હોવાનું કારણભૂત બની શકે છે જોકે ધીમેધીમે તળાવમાં વધુ પ્રમાણમાં માછલીઓના મોત થતાં જીવદયાપ્રેમીઓ દ્વારા લાગણી દુભાઈ હતી અને માછલીઓના મોતનું કારણ શોધવા માટે વહીવટીતંત્ર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે