રાજુલાના હિંડોરાણા રોડ ઉપર જયમાતાજી સર્વીસ સ્ટેશન પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૩૨ કિ.રૂ.૩૧,૮૮૦/- ના પ્રોહી. મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

                   મ્હે.અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંઘ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બંદી દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવીતેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, 

                   જે. અન્વયે રાજુલા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી પી.એલ.ચૌધરી સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના ટાઉન બીટ ઇન્ચાર્જ અના.હેડ કોન્સ. રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા સર્વેલન્સ સ્કોર્ડના અના હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ.ભરતસિંહ લાખાભાઇ ગોહિલ તથા પો.કોન્સ. પરેશભાઇ મનુભાઇ દાફડા તથા પો.કોન્સ. ધર્મેંદ્રસિંહ રાજુભા ગોહિલ તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા રાજુલા પો.સ્ટે.ના હિંડોરણા રોડ પર જયમાતાજી સર્વીસ્ટેશન પાસે રોડ ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૩૨ તથા મો.સા. મળી કુલ કિ.રૂ.૩૧૮૮૦/- ના સાથે બે ઇસમોને પકડી પાડી તેઓના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે. 

*પકડાયેલ આરોપી *

* ગોપાલભાઇ દેવશીભાઇ ભીલ ઉવ.૨૪ ધંધો.અભ્યાસ રહે.દાતરડી પ્લોટવિસ્તાર તા.રાજુલા જી.અમરેલી

* સંજ્યભાઇ સોમતભાઇ પરમાર ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે.ટીંબી ઉટવાડા રોડ ઉપર તા.જાફરાબાદ જી.અમરેલી      

                                               *પકડાયેલ મુદ્દામાલ*

* ROYAL STAG CLASSIC WHISKY 750 ML રીંગ પેક બોટલ નંગ-૦૮ કિ.રૂ.૨૪૦૦/-

* IMPERIAL BLUE WHISKY 750 ML રીંગ પેક બોટલ નંગ-૦૮ કિ.રૂ.૨૪૦૦/-

* MAGIC MOMENTS REMIX GREEN APPLE 375 ML રીંગ પેક બોટલ નંગ-૦૮ કિ.રૂ.૧૦૪૦/-

* MAGIC MOMENTS TRIPLE DISTILLED 375 ML રીંગ પેક બોટલ નંગ-૦૮ કિ.રૂ.૧૦૪૦/-

* સી.ડી.ડીલક્ષ વાદળી કલરનાપટ્ટા વાળી હિરો કંપનીની મો.સા.જેના RTO રજી.નં. GJ-23-K-1531 ની કિ.રૂ.૨૫,૦૦૦/-

                 આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. પી.એલ.ચૌધરી સાહેબ તથા ટાઉન બીટ ઇન્ચાર્જ UHC રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા સર્વેલન્સ સ્કોર્ડના UHC હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા PC ભરતસિંહ લાખાભાઇ ગોહિલ તથા PC પરેશભાઇ મનુભાઇ દાફડા તથા PC ધર્મેંદ્રસિંહ રાજુભા ગોહિલ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.