આજથી પાંચ મહીના પહેલા બાબરા ખાતે આવેલ હોનેસ્ટ હોટેલ મા ગુજરાત ટ્રાવેલ્સ ની બસમા મુસાફરી કરતા પેસેન્જરની બેગ માથી સોનાના દાગીના ની ચોરી કરેલ ઇસમને CCTV કેમેરા આધારે પકડી ચોરીમા ગયેલ મુદ્દામાલ અલગ અલગ ઘાટ અને વજનના સોનાના દાગીના તથા સોનાનો ઢાળ કુલ કીમત રૂા. ૧,૯૫,૦૦૦/- તથા ગુન્હા મા ઉપયોગ કરેલ મો.સા કી.રૂ-૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ-૨,૦૫૦૦૦/- નો મુદામાલ રીકવર કરી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરતી બાબરા પોલીસ ટીમ

ભાવનગર રેન્જના જીલ્લાઓમા બનતા મિલકત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા અમરેલી જીલ્લામા બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી

તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા 

બાબરા પો.સ્ટે.પાર્ટ એ.ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૩૦૦૭૦/૨૦૨૩IPC કલમ ૩૭૯ મુજબનો ગુન્હો તારીખ-૧૩/૧૨/૨૦૨૨ ના ક. ૧૧/૧૫ વાગ્યે બાબરા પાસે આવેલ હોનેસ્ટ હોટેલ ખાતે બનેલ હોય, અને

 તારીખ-૨૦/૦૨/૨૦૨૩ ના ક ૧૭/૩૦ વાગ્યે ગુન્હો રજીસ્ટર થયેલ હોય.

 બનાવ ની હકીકત

આકામે ફરીયાદી ભાવનગર થી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સ કંપની ગુજરાત ટ્રાવેલ્સમા મુસાફરી કરતા હોય તે દરમ્યાન બાબરા નજીક આવેલ હોનેસ્ટ હોટેલ મા બસ હોલ્ટ કરતા બસમા બેસેલ મુસાફરો નીચે ઉતરતા આ કામના આરોપીએ તક નો લાભ લઇ

બસમા જઇ ફરીયાદીના થેલામા રહેલ અલગ અલગ ઘાટ અને વજનના સોનાના ઘરેણા કુલ કીમત રૂા. ૧,૯૫,૦૦૦/- ની ચોરી કરી નાસી ગયેલ હોય,

જે બાબતે હોનેસ્ટ હોટેલ તેમજ બાબરા ટાઉન વિસ્તાર મા આવેલ CCTV કેમેરા આધારે તપાસ કરતા આરોપી C.D 100 મોસા રજી નંબર-જી.જે ૦૪ ૫૫૪૮ ની લઇ નીકળતા જેની ઉમર આશરે ૪૦-૪૫ ની હોવાનુ જણાતુ હોય,

જે આરોપીના ફોટોગ્રાફ્સ મેળવી બાબરા તથા અમરેલી તથા ભાવનગર તથા બોટાદ જીલ્લા ના અલગ-અલગ વિસ્તારમા તપાસ દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે ઉપરોક્ત મો.સા સાથે ફોટોગ્રાફ્સ મા દેખાતો ઇસમ

બાબરાથી હોનેસ્ટ હોટેલ તરફ જતો હોય જેથી સર્વેલન્સ ટીમે તુર્તજ મજકુર ઇસમ ને હોનેસ્ટ હોટેલ નજીક ઉભો રખાવી પો.સ્ટે લાવી પુછપરછ કરતા આજથી આશરે પાચેક મહીના પહેલા પોતે હોનેસ્ટ હોટેલ મા ઉભી રહેલ

ગુજરાત ટ્રાવેલ્સની બસ માથી સોનાના દાગીનાની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી તપાસ દરમ્યાન પોતે ચોરી કરેલ સોનાના દાગીના

ગામ-નાજાપુર તા.વડીયા મુકામે સોની ની દુકાને પોતે દવાખાના ના કામે આર્થીક જરુરીયાત હોવાનુ કહી દાગીના મુકી રોકડ રકમ મેળવેલ હોય,

 જે સોનાના દાગીના પૈકી અલગ અલગ દાગીના તથા સોનાનો ઢાળ કિ.રૂ- ૧,૯૫,૦૦૦/- તેમજ મો.સા કી.રૂ-૧૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ-૨,૦૫૦૦૦/- નો મુદામાલ તપાસ દરમ્યાન કબ્જે કરી ચોરીમા સંડોવાયેલ આરોપીને ધોરણસર અટક કરી, આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગુન્હામાં પકડાયેલ આરોપી ની વિગત:-

(૧) ધીરુભાઇ છગનભાઇ વોરા ઉ.વ.૪૨, ધંધો ખેતીકામ, રહે.તોરી રામપર, તા.વડીયા,જી.અમરેલી,

ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.ડી ચૌધરી તેમજ પો.સબ ઇન્સ. બી.પી.પરમાર તથા સર્વેલન્સ સ્કોડના અના એ.એસ.આઇ.જયદેવભાઇ આર.હેરમા તથા પો.કોન્સ.મહાવીરસીંહ બી.સીંધવ તથા પો.કોન્સ.રાજેશભાઇ જી.રાઠોડ તથા પો.કોન્સ.ગોકુલળભાઇ એમ.રાતડીયા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.