ઠાસરા નગર પાલિકા વિસ્તાર આવેલ શાળા, છાત્રાલય, સોસાયટીઓ તેમજ વાહનોવાળા વિસ્તારોમાં હાલત બદતર..
ઠાસરા પાલિકા વિસ્તારના પસાર થતી કાંસમાં ગટરની દુર્ગંધથી નગરજનો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે.
ઠાસરા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી કાન્સ મા દુષિત પાણી ઠાલવાય છે તેમજ કાસમાં પુસ્કળ જાલીઝાકળ અને કચરા ભરાયો છે.
તંત્ર દ્વારા કાંસની સાફ-સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ચોમાસું આવતા પહેલા કાંસ વિભાગ દ્વારા સાફ- સફાઈ જરૂરી બની
નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા કૈસ વિભાગની ગટરમાંથી અસહ્ય દુર્ગંધ મારતુ ગંદુ પાણી વહેતા લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. આવતા જતા રાહદારીઓ માટે રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. ઠાસરા એસટી બસ સ્ટેન્ડની પાછળથી ઇન્દિરા નગરીથી બહુચરાજી મંદિરથી જે. એમ દેસાઇ હાયર સેકન્ડરી સ્કૂલ પાસેથી પસાર થતા કાન્સથી નગરજનો ઓવરંગપુરા ગામ તરફ જતા રસ્તા ઉપર ડાબી બાજુએથી પસાર થતા આ કાન્સના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે..