બોટાદ જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ‘રોડ સેફ્ટી કાઉન્સિલ’ની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ મહત્વના રોડ પર નિર્ધારીત જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે સાઈનબોર્ડ મુકવા, રસ્તાના રિસર્ફેસિંગ કરવા સહિતના મુદ્દાઓ પર ભાર મુક્યો હતો.
કલેક્ટરશ્રીએ નિર્ધારીત જગ્યાઓ પર સ્પીડ બ્રેકર મુકવા તેમજ જાહેર જનતાની સુરક્ષા માટે દરેક આવશ્યક પગલા લેવા સુચન કર્યું હતું. તેમજ અધૂરી કામગીરી તાત્કાલિક પુર્ણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.
ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કરણરાજ વાઘેલા, અધિક નિવાસી કલેક્ટરશ્રી મુકેશભાઇ પરમાર, ARTO શ્રી ડી.કે.ચાવડા, RTO ઇન્સપેક્ટરશ્રી, બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, જિલ્લા આરોગ્ય વિભાગ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.