પાટણના જાણીતા આંખોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા 500 દર્દીઓની આંખો ની તપાસ અને સારવાર કરી ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું…

આંખોના કેમ્પ ને સફળ બનાવવા શ્રીમંત ફતેસિંહ રાવ લાઇબ્રેરી પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી..

પાટણ તા.૭

પાટણની ઐતિહાસિક નગરી માં કાર્યરત વર્ષો જૂની શ્રીમંત ફતેસિંહ લાઇબ્રેરી પરિવાર દ્વારા અવારનવાર વાંચન,શૈક્ષણિક અને આરોગ્યના કાર્યક્રમમાં આયોજિત કરવામાં આવતા હોય છે. રવિવારના રોજ શ્રીમંત ફતેસિંહ રાવ લાયબ્રેરી પરિવાર દ્વારા વી એમ દવે શાળા સંકુલ ખાતે આંખોના ફ્રી રોગ નિદાન,સારવાર અને નિઃશુલ્ક ચશ્મા વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ આખો નાં સેવા કેમ્પમાં પાટણના જાણીતા આંખોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો એ. એન. દીક્ષિત, રાહુલ ગાંધી, જતિન પટેલ, કિંજલ પટેલ, સહિતનાઓ એ પોતાની સેવાઓ આપી ઉપસ્થિત લાભાર્થી 500 થી વધુ આંખોના દર્દીઓની તપાસ કરી જરૂરી સારવાર સાથે નંબરના તેમજ બેતાળાના ચશ્માઓ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.

શ્રીમંત ફતેસિંહ લાઈબ્રેરી પરિવાર દ્વારા આયોજિત આંખોના આ કેમ્પના મુખ્ય દાતા મુંબઈના જૈન શ્રેષ્ઠી શ્રીમતી રચનાબેન વિક્રમભાઈ શેઠ પરિવાર સહિત દિલીપભાઈ પટેલ, દિનેશભાઈ મોદી, કોકીલાબેન અશોકભાઈ પટોળાવાળા, સ્મિતાબેન રાજેશભાઈ પરીખ, મુકેશભાઈ ઓઝા તેમજ મુકેશભાઈ યોગી જેવા દાતાઓએ યથા યોગ્ય સહકાર આપ્યો હતો.

વી.એમ.દવે શાળા સંકુલ ખાતે આયોજિત આ મેઘા આંખોના નિદાન અને સારવાર કેમ્પનો લાભ લેવા આવેલા દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અડચણ ઊભી ન થાય તે માટે શ્રીમદ ફતેસિંહ લાઈબ્રેરી પરિવારના ડોક્ટર શૈલેષ સોમપુરા, જયેશભાઈ વ્યાસ, મહાસુમભાઈ મોદી,ડો.આશુતોષભાઈ પાઠક, નટુભાઈ દરજી, સુરેશભાઈ દેશમુખ, રાજેશભાઈ પરીખ, કેશવલાલ ઠક્કર, પારસભાઈ ખમાર,વિમલભાઈ ખમાર, રામુભાઈ ઠક્કર, બાબુભાઈ ઠક્કર,, હસુભાઈ સોની, હેમંત સાધુ, કમલેશ મિસ્ત્રી, નરેશ પ્રજાપતિ ,નગીન ડોડીયા સહિતના સેવાભાવિ કાર્યકરોએ જહેમત ઉઠાવી કેમ્પ ને સફળ બનાવ્યો હતો