આજરોજ વડાલી તાલુકા મેમણ જમાત ની જનરલ સભા યોજાઈ.

સભા નુ આયોજન વહીવટી ( પ્રમુખ ) હાજી ઐયુબભાઈ વાડોઠ વાલા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

જેમાં સમાજ ના સભ્યો એ સારી એવીસંખ્યા માં વડાલી દિયોલીવાલા હોલ ખાતે હાજરી આપી હતી.

જનરલ સભા ને સરૂ કરતા પહેલા કુરઆન પાક ની તિલાવત કરી સભા ની શરૂઆત કરવામાં આવી હતી.

બાદ માં સમાજ માં થતા કામ કાજ અર્થે ની ચર્ચા ઓ કરવામાં આવી હતી.

સમાજ ના પ્રમુખ પદ માટે ના પાંચ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી.

જે સમાજ ના આગેવાનો દ્વારા સમજાવટ બાદ ત્રણ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી.

ત્યારબાદ ફારુક ભાઈ દ્વારા સમાજ ના હિત માટે સમાજ ની સારી એવી કામગીરી માટે સમાજ ના અનુભવી અને વર્ષો થી સમાજ માટે સેવાઓ આપી રહેલા યુસુફભાઇ નવાનગર વાળા ને પ્રમુખ નો તાજ પહેરાવી પોતે ઉપ પ્રમુખ પદ માટે ની તય્યારી બતાવી હતી.

જયારે વહીવટી( પ્રમુખ ) હાજી અય્યુબ ભાઈ વાડોઠ વાલા દ્વારા યુસુફભાઇ નવાનગર વાળા ને પ્રમુખ તેમજ ફારૂકભાઈ ગોલ્ડન ને ઉપ પ્રમુખ જાહેર કરવામાં આવતા દિયોલી વાલા હોલ ખાતે હાજર સમાજ ના સભ્યો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

સાથે મુબારક બાદ ની વર્ષા વર્ષી હતી આ પ્રસંગે હિંમતનગર વટપલ્લી મેમણ જમાત ના પ્રમુખ જનાબ ઇમ્તિયાઝ ભાઈ તથા સેક્રેટરી અબ્દુલ રજાક ભાઈ બેટરી વાળા તથા અબ્દુલ રહેમાન ભાઈ બેન્કર સાહેબ તથા મોહસીનભાઈ પત્રકાર સાથે નિસાર એહમદ બાગેમેમન વાળા સાથે ફારૂકભાઈ સિદ્ધપુરી જૂનેદભાઈ ટુલ્સ વાળા યુસુફભાઇ ( રાજુભાઈ )હાથરવા વાળા તથા અન્ય મહાનુભાવો એ હાજરી આપી ખુબ ખુબ મુબારક બાદી આપી હતી.

જયારે વડાલી મેમણ જમાત ના નવનિયુક્ત પ્રમુખ જનાબ યુસુફભાઇ કટલરી વાળા અને ફારૂક ભાઈ ગોલ્ડન ચશ્માં વાળા દ્વારા આવનાર તમામ મહેમાનો અને વડાલી ના તમામ હાજર મેમણ ભાઈ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો 

જનરલ સભા ના અંતે આવનાર મહેમાનો ને અલ્પાહાર કરાવી સભા નુ સમાપન કરવામાં આવ્યું હતું.

         ATN NEWS VADALI