પાવીજેતપુર તાલુકાની સનરાઈઝ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાં સ્ટેમ્ક્વિઝ-2 સ્પર્ધામાં -7 વિદ્યાર્થીઓની તાલુકા કક્ષાએ વિજેતા થતા રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
સનરાઈઝ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કુલ પાવીજેતપુર મુકામે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ગુજકોસ્ટ) પ્રેરિત ઉત્થાન લોક-વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુરના કો-ઓર્ડીનેટર શ્રી ઇન્દ્રસિંહ રાઠોડ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાયેલ બે કરોડના ઇનામ વાળી સ્ટેમક્વિઝ સ્પર્ધા થોડા દિવસ અગાઉ જ યોજવામાં આવેલ હતી.અવારનવાર થતી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્કોલરશીપના સરકારશ્રીની વિવિધ પરીક્ષાઓ સનરાઈઝ શાળામાં થતી હોય ત્યારે તેનો ઉપયોગ સંસ્થાની આ પરીક્ષાનો દ્વિતીય રાઉન્ડ અમારી શાળા માંથી કુલ 40 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમાંથી 07 વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ વિજેતા થયેલ હોય હવે તેઓ તારીખ 12/05/2023 ને શુક્રવારના રોજ સાયન્સ સીટી અમદાવાદ મુકામે રાજ્ય કક્ષાની સ્પર્ધા નું આયોજન થવા જઈ રહ્યું છે તેમાં અમારા વિદ્યાર્થીઓ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા થનાર વિદ્યાર્થીઓના નામ આ મુજબ છે.
(૧) ચૌહાણ તેજસ ધીરેન્દ્રસિંહ
(૨) શાહ પુષ્ટિ સંદીપભાઈ
(૩) પટેલ નેના શૈલેષભાઈ
(૪) સોની માહી પ્રવીણભાઈ
(૫) સોલંકી યુગરાજસિંહ જીતેન્દ્રસિંહ
(૬) પરમાર બ્રીજેનકુમાર પંકજભાઈ
(૭) શાહ નિધિ રાજેશકુમાર
વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓને સનરાઈઝ શાળાના આચાર્ય શ્રી કુણાલભાઈ શાહ તેમજ સનરાઈઝ શાળાના ટ્રસ્ટી મંડળ શ્રીઓ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી અને રાજ્ય કક્ષાએ પણ શાળાનું,પોતાના તાલુકાનું અને જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.