૦૭/૦૮/૨૦૨૨ ના રોજ જાફરાબાદના ખાતે ટાઉન પોલીસ સ્ટેશનમાં આવનારા તેહેવારને જેવા કે મોહરમ, રક્ષાબંધન, તેમજ જન્માષ્ટમીના જેવા તહેવારો ને અનુલક્ષી શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી હતી આ શાંતિ સમિતિની મિટિંગ માં ડીવાયએસપી શ્રી ઓઝા સાહેબ ના માગૅદશૅન હેઠળ તેમજ પીઆઈ જે જે ચૌધરી સાહેબે મિટિંગ માં આવેલ વિવિધ સમાજના આગેવાનો , તેમજ અલગ અલગ સંસ્થાઓ ના હોદેદારો તેમજ પત્રકાર શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા પીઆઈ ચૌધરી સાહેબે આ તહેવારો અમન અને શાંતિ પૂર્વક ઉજવાય એવી સૌને અપીલ કરી હતી કોઈ પણ બનાવ બને તો પોલીસ ને તુરંત જાણ કરવી ને કાયદો કોઈ પણ હાથમાં લેશો નહીં તેવી અપીલ ડીવાયએસપી શ્રી ઓઝા સાહેબે કરીહતી હાજર રહેલા સૌ આગેવાનો એ તહેવારો શાંતિ પૂર્વક ઉજવણી કરવાની તેવી ખાતરી આપી હતી તહેવારો દરમિયાન પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું આ મિટિંગ શાંતિ પૂર્વક વાતાવરણ પૂરી થઈ હતી પીઆઇ ચૌધરી સાહેબે ઉપસ્થિત રહેલા આગેવાનો તેમજ પત્રકાર નો આભાર માન્યો હતો