પોઇચા નર્મદા નદીમાં ડૂબેલા વડોદરા નાં યુવાનનો મૃતદેહ બીજા દિવસે ઘટના સ્થળે થી જ મળ્યો રાજપીપળા

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગત રોજ શનિવારે વડોદરાનાં વાઘોડિયા વિસ્તાર માંથી આવેલા સાત આઠ વ્યક્તિઓ પોઇચા મંદિરે અને નર્મદા સ્નાન માટે પોઇચા આવ્યા હતા. પોઇચા મંદિરે દર્શન કરતા પહેલા તમામ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા હતા. આ આંઠ લોકો નર્મદા નદીમાં સ્નાન કરતા હતા ત્યારે જેમાં 27 વર્ષીય સની ગણપતલાલ બારોટ નામનો યુવાન અને તેના ભાઈ ભાભી અચાનક નદીમાં આવેલા વહેણ માં ખેંચાઈ ગયા બાદ બૂમાબૂમ કરતા નજીક માં રહેલા નાવડી વાળાઓ મદદ આવી ભાઇ અને ભાભીને બહાર કાઢ્યા પરંતુ સનીને બહાર કાઢેતે પહેલાજ એ પાણીનાં વ્હેણ માં ખેંચાઈ જતા તેની શોધખોળ ચાલુ કરાઇ હતી. જોકે સ્થાનિક તરવૈયા એ સનીને શોધવા માટે સાંજ સુધી ઘણી જહેમત ઉઠાવી છતાં સાંજે સાત વાગ્યા સુધી તેની ક્યાંયે ભાળ મળી નથી હતી, ત્યારબાદ રવિવારે સવાર થી રાજપીપળા પોલીસ, નગરપાલિકા પાલિકા ટીમ ઘટના સ્થળે ખડે પગે હતી અને SDRF ની ટીમ પણ બોલાવવામાં આવી હતી. ત્યારે ઘણી શોધખોળ બાદ જ્યાં ઘટના ઘટી હતી ત્યાંથી જ પાલિકા અને SDRF ની ટીમ દ્વારા સની બારોટને શોધી કાઢ્યો જ્યાં ડૂબ્યો હતો ત્યાં નજીક માંથીજ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. રાજપીપલા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.