કોડીનાર તાલુકાના રોનાજ ગામ ના એક કુવા માં મગર મહાકાય મગર ખાબક્યો હતો જેમાં વન વિભાગ ને જાણ કરતા વન તંત્ર દ્વારા દિલ ધડક રેસક્યું કરી બહાર કાઢી ઓપરેશન હાથ ધરીને રાહત નો શ્વાસ લીધો હતો ફોરેસ્ટ વિભાગ ના જણાવ્યા પ્રમાણે મગર ની લંબાઈ 8 ફૂટ જેટલી છે અને સામાન્ય રીતે કૂવા માં સિંહ દીપડા હરણ જેવા પ્રાણી ઓ કુવા માં પડી જતાં હોય છે પણ ભાગ્યે મગર કુવામાપડતી હોય છે તેવું ફોરેસ્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતુ ત્યાર બાદ વન વિભાગની ટીમે મગરને કૂવામાંથી સલામત રીતે બહાર કાઢી તેને પાંજરે પૂરી મેડિકલ તપાસ અર્થે લઈ જવામાં આવ્યો હતો. બાદમાં વન વિભાગે મગરને પાણી વાળા વિસ્તારમાં છોડ્યો હતો.