છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાની સનરાઈઝ સ્કૂલમાં સમર કેમ્પનું ભવ્યતીભવ્ય આયોજન કરવામાં આવ્યું.

આજરોજ છોટાઉદેપુર જિલ્લાની નામાંકિત પાવીજેતપુર તાલુકા ની એકમાત્ર સનરાઈઝ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા તેમજ વિદ્યાર્થીઓ વેકેશનના સમય દરમિયાન ઘરે રહી મોબાઈલજીવી બનવા કરતા નવી નવી એક્ટિવિટી શીખે અને નવા નવા પ્રયોગો કરી પોતાની બુદ્ધિ માતાને નવો રસ્તો મળે એ હેતુસર સનરાઈઝ શાળાના આચાર્યશ્રી કૃણાલભાઈ શાહ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

આજરોજ પાવીજેતપુર તાલુકાના બીટનિરીક્ષકશ્રી પ્રતિકકુમાર મિસ્ત્રી, હરિઓમ કોટન જીન ઇન્ડસ્ટ્રીના ઓનર પ્રતિકભાઇ માંહેશ્વરી, શાળાના આચાર્યશ્રી કુણાલભાઈ શાહ તેમજ તમામ સ્ટાફ ઉપસ્થિત રહી આ સમર કેમ્પનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું સાથે સાથે આ કેમ્પને આજરોજ ખુલ્લો મુકવામાં આવ્યો. આ કેમ્પ તારીખ 8/05/2023 થી 14/05/2023 સુધી શરૂ રહેવાનો છે. આ કેમ્પ ની અંદર શિક્ષક મિત્રો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેવી કે આર્ટ એન્ડ ક્રાફ્ટ ,થિયેટર ,વનડે રિસોર્ટ પિકનિક, સ્પોકન ઇંગલિશ, સ્કીલ રાઇટીંગ, અને વેસ્ટ માંથી બેસ્ટ બનાનવું જેવી અવનવી કુલ 20 પ્રકારની એક્ટિવિટીનો આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો 110 જેટલા વિદ્યાર્થીઓએ આ સમર કેમ્પનો લાભ લીધો જે બદલ સનરાઈઝ શાળા પરિવાર તરફથી તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી.