ડુંગર પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ
ગુજરાત સરકારી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી,
વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.
જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી , ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
ગુનાની વિગતઃ-
ગઇ તા.૨૯/૧૨/૨૦૨૨ ના રોજ અશોકભાઈ ભગુભાઇ ખુમાણ, ઉ.વ.૪૯, રહે.સાવરકુંડલા, હાથસણી રોડ, ખોડીયાર ચોક, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળા
ડુંગર ગામે કામ અર્થે આવેલ હોય, તે દરમિયાન પોતાનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/- નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય,
જે અંગે અશોકભાઇ દ્વારા e -FIR કરાવેલ હોય, જે e-FIR અંગે ખરાઇ કરી,
તેના પરથી ડુંગર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૨૨૩૦૦૫૦ /૨૦૨૩,ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
ભાવનગર રેન્જના જિલ્લાઓમા e-FIR દ્વારા દાખલ થયેલ અનર્કીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા અમરેલી જિલ્લામા e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે
જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ.
અને રાજુલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન દેવકા ગામેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ
અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા ડુંગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
ચેતન સામતભાઇ પરમાર, ઉ.વ.૨૭, રહે.ઘુડીયા આગરીયા, તા.રાજુલા, જિ.અમરેલી, હાલ રહે.હીંડોરણા, તા.રાજુલા, જિ.અમરેલી.
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક વીવો કંપનીનો V23 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૧૫,૦૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા પો.કોન્સ. લીલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા, વિનુભાઇ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.