ડીસા રુરલ પોલીસ સ્ટેશન ના ગુનામાં નાસતા-ફરતા આરોપી ને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા..

શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબ નાઓએ નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ સુચના કરેલ હોય..                              

 જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપુર ના પો.ઇન્સ.શ્રી એસ.ડી.ધોબી સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી એ.બી.ભટ્ટ સાહેબ તથા પી.એલ.આહીર સાહેબ તથા એમ.કે.ઝાલા સાહેબ તથા એચ.કે.દરજી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ આજ રોજ એલ.સી.બી. ના સ્ટાફ ના માણસો ડીસા રુલર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા..

દરમ્યાન બાતમી હકીકત આધારે ડીસા રુલર પો.સ્ટે પાર્ટ એ.ગુ.ર.નં-૯૯૦/૨૦૨૨.આઇ.પી.સી.કલમ.૪૦૬.૪૨૦.૪૧૯.૪૨૦.૪૬૮.૧૨૦(બી).૧૧૪.૩૪ મુજબના ગુનાના આરોપી લાલભા ઉર્ફે ચરણસીંહ નાથુભા જાતે વાધેલા ઉ.વ ૨૬ રહે- આંગણવાડા તા- કાંકરેજ વાળા ને આજ રોજ તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ હસ્તગત કરી આગળ ની કાર્યવાહી સારૂ ડીસા રુલર પોલીસ સ્ટેશન ને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે..

કામગીરી કરનાર એલ.સી.બી.પોલીસ સ્ટાફના કર્મચારીઓની વિગત:- 

(૧) HC કિસ્મતજી નટવરજી  

(૨) PC જયપાલસિંહ સજુભા 

(૩) PC અશોકભાઇ હીરાભાઇ