નોટિસ: પાલિકાના પાપે એક મહિનો લોકોએ ક્લોરીન વિનાનું પાણી પીધું

પાલનપુર નગરપાલિકાના પાપે એક મહિનો લોકોએ ક્લોરીનેશન વિનાનું પાણી પીધું હતુ.એજન્સીનો કોન્ટ્રાક્ટ 31 માર્ચે પૂરો થવા છતાં ટેન્ડર રિન્યુ કરાયું નહીં જેનો ભોગ લોકો બન્યા.આજથી સમયસર ક્લોરિનવાળું પાણી મળતું થઈ જશે.પાલનપુર શહેરમાં જુદા જુદા અમીરબાગ મીરાગેટ અને હનુમાન ટેકરી સમ્પ માંથી સમગ્ર શહેરને પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. 

 આ ત્રણેય સમ્પમાં ક્લોરીનેશન કામ કરતી એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં નવા કોન્ટ્રાક્ટ માટે નીલ સ્ટોકનો રિપોર્ટ ફરજ પરનો બોર ઓપરેટર અકસ્માતના લીધે આપી શક્યો નહતો જેથી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં વિલંબ થતા એજન્સીએ સમ્પનું પાણી ક્લોરિનેશન દવાનો જથ્થો આપવાનું બંધ કરી દીધું હતું. જેથી શહેરમાં મીરાગેટ સંપ ઉપરાંત ત્રણેય સમ્પથી સપ્લાય થતા પાલનપુરની 2 લાખ વસ્તીએ ક્લોરિનેશન વિનાનું પાણી પીધું હતું.