પોલીસનું માનવતા ભર્યું કાર્ય: ડીસામાં તલાટીની પરીક્ષાર્થીને ફ્રેક્ચર હોવાથી પોલીસ જવાનો ઊંચકીને લઈ ગયા; અન્ય એક વિદ્યાર્થીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અપાઈ

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાયેલી તલાટી સંવર્ગની પરીક્ષામાં, ડીસામાં પરીક્ષા કેન્દ્ર પર ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓએ માનવતા ભર્યું કાર્ય કરી અનેક પરીક્ષાાર્થીઓને મદદ કરી હતી.

ડીસા શહેરમાં તલાટીની પરીક્ષાના અને કેન્દ્રો હોઇ દૂર દૂરથી અન્ય જિલ્લાઓમાંથી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા. જેમાં ડીસાની કે.બી. અગ્રવાલ હાઇસ્કુલમાં એક વિદ્યાર્થીને ફ્રેક્ચર હોવાથી આવી પહોંચતા પરીક્ષા કેન્દ્ર પર બંદોબસ્ત કરી રહેલી ડીસા દક્ષિણ પોલીસ મથકના કર્મચારીઓ તેને ખભે ઊંચકીને પરીક્ષા કેન્દ્રમાં બેસાડ્યો હતો.

આ ઉપરાંત અન્ય એક પરીક્ષાર્થીની પણ ચાલુ પરીક્ષા દરમિયાન તબિયત લથડતા પોલીસે તાત્કાલિક 108 મોબાઈલ વાન બોલાવી મોબાઈલ વાનમાં પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર અર્થે મોકલી સરાહનીય કાર્ય કર્યું હતું.