વડોદરા -છોટાઉદેપુર જિલ્લાના હજ-૨૦૨૩ના હજયાત્રીઓ માટે વેક્સિન કાર્યક્રમનું આયોજન
ગુજરાત રાજ્ય હજ કમિટી, ગાંધીનગર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના હજયાત્રીઓ માટે એક દિવસ તેમજ વડોદરા જિલ્લાના હજ યાત્રીઓ માટે ચાર દિવસ વેક્સિનેશન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય હજ કમિટી -ગાંધીનગર ના વડોદરા-છોટાઉદેપુર ફિલ્ડ ટ્રેનર સૈયદ મોઇનુદ્દીન હાજી ગ્યાસુદ્દીન અને ઇકબાલહુસેન બરકતભાઈ ખત્રી ( ટેલર )ના જણાવ્યા મુજબ હજ કમિટી ઓફ ઈન્ડિયા -મુંબઈ ની ગાઈડ લાઇન અનુસાર હજ -૨૦૨૩ માં હજ ડ્રો માં પસંદગી પામેલ દરેક હજ યાત્રી માટે મેનિનજાયટીસ, ઓરલ પોલિયો ,સીજનલ એન્ફ્લુએંજા વેક્સિન લેવાની ફરજિયાત છે. જે વેક્સિન નું નિયત નમૂનામાં સર્ટિફિકેટ હજ યાત્રા દરમિયાન જરૂરી છે.
છોટાઉદેપુર જિલ્લામાં હજયાત્રીઓ માટે તારીખ ૦૯/૦૫/૨૦૨૩ - મંગળવાર ના રોજ સવારે ૧૦.૦૦ થી ૦૧.૦૦ દરમ્યાન છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ (CHC) પોસ્ટ ઓફિસ સામે , છોટાઉદેપર ખાતે રસીકરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાના તમામ હજયાત્રીઓએ વ્યક્તિ મેળવી લેવી ફરજિયાત છે.
વડોદરા જિલ્લાના હજ યાત્રીઓએ તારીખ ૦૮/૦૫/૨૦૨૩ - સોમવાર થી ૧૧/૦૫/૨૦૨૩ ગુરુવાર દરમ્યાન - ગૃપ માં આપેલ કવર નં/તારીખ મુજબ બપોરે ૦૩.૦૦ થી ૫.૦૦ દરમ્યાન જમનાબાઈ હોસ્પિટલ ,માંડવી -વડોદરા થી વેક્સિન મેળવી લેવાની રહેસે.
દરેક હજ યાત્રીઓએ બે પાસપોર્ટ સાઈજ ફોટોગ્રાફ ,કવર નં.પત્ર ,પાસપોર્ટ ની જેરોક્ષ કોપી સાથે લઈ જવાની રહેસે .હોસ્પિટલના કાઉન્ટર પરથી કેસ કઠાવવો ફરજિયાત છે.
આમ, છોટાઉદેપુર જિલ્લામાં હજયાત્રીઓ માટે છોટાઉદેપુર સીએચસી ખાતે એક દિવસનો તેમજ વડોદરા જિલ્લાના હજ યાત્રીઓ માટે જમનાબાઈ હોસ્પિટલમાં ચાર દિવસ માટે વેક્સિનેશન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.